કૉફી ફ્લેવરની પૉપ્યુલર બ્રૅન્ડની એ ચૉકલેટ ખાધા પછી તેમને મોઢામાં કંઈક કડક ફીલ થયું.
માયાદેવી ગુપ્તાના ચૉકલેટમાંથી નીકળ્યા ચાર નકલી દાંત
મધ્ય પ્રદેશના ખારગાંવમાં રહેતાં માયાદેવી ગુપ્તા નામનાં રિટાયર્ડ સ્કૂલ પ્રિન્સિપાલને કોઈ બાળકના બર્થ-ડેમાં ગિફ્ટ તરીકે એક ચૉકલેટ મળી હતી. ઘણા દિવસ પછી તેમણે એ ચૉકલેટ ખાધી હતી. કૉફી ફ્લેવરની પૉપ્યુલર બ્રૅન્ડની એ ચૉકલેટ ખાધા પછી તેમને મોઢામાં કંઈક કડક ફીલ થયું. માયાદેવીનું કહેવું છે કે ‘એ કડક ચીજને ચાવવાની કોશિશ કરી તો દાંત દુખવા લાગ્યા એટલે મેં એને બહાર કાઢી. જોયું તો એ ચાર નકલી દાંતનો બ્રિજ હતો!’ માયાદેવી એક સ્વૈચ્છિક સંસ્થામાં ભણાવે છે અને અહીં બાળકોના બર્થ-ડે દરમ્યાન સોશ્યલ વર્કર્સ ચૉકલેટ્સ જેવી ગિફ્ટ આપે છે. ચૉકલેટમાંથી નીકળેલા દાંત બાબતે માયાદેવીએ ફરિયાદ કરતાં ફૂડ સેફ્ટી ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશનના અધિકારીએ એની નોંધ લઈને વધુ તપાસ શરૂ કરી છે.

