આજુબાજુમાં ઊભેલા ત્રણેક સહાયકો તરત જ દોડી આવે છે અને મગરને પીઠ પર અને મોં પર ફટકા મારે છે જેથી એની પકડ છૂટી જાય.
પાળેલા મગરના મોંમાં માથું મૂક્યું અને મગરે મોં બંધ કરી દીધું
જંગલી પ્રાણીને તમે પાળો તોય એના પર કોઈ ભરોસો ન કરી શકાય. સોશ્યલ મીડિયા ઍક્સના @NeverteIImeodd હૅન્ડલ પર એક વિડિયો શૅર થયો છે, જેમાં એક માણસ પાળેલા મગરને લઈને સ્ટન્ટ કરી રહ્યો છે. તે મગરની પીઠ પર બેસે છે અને એનું મોં ઊંચું કરે છે. મોંને પાછળની તરફ વાળીને પોતાનું માથું એમાં મૂકે છે. તેનો આશય કદાચ મગર સાથેની પોતાની ઘનિષ્ઠતા બતાવવાનો છે, પણ થાય છે કંઈક અવળું જ. માણસનું માથું અંદર ગયા પછી મગર મોં જડબેસલાક રીતે બંધ કરી દે છે અને ઠાઠથી તેની પીઠ પર બેઠેલો માણસ બેવડ વળી જાય છે. તેની આજુબાજુમાં ઊભેલા ત્રણેક સહાયકો તરત જ દોડી આવે છે અને મગરને પીઠ પર અને મોં પર ફટકા મારે છે જેથી એની પકડ છૂટી જાય.


