આ મ્યુઝિયમ પૌરાણિક ઇજિપ્ત એક્ઝિબિશનનો જ ભાગ છે.
જુઓ તો બિલ્લીબેનનો અંદાજ
ચીનના શાંઘાઈમાં કૅટ નાઇટ નામે શાંઘાઈનું પહેલું બિલાડીઓને સમર્પિત મ્યુઝિયમ ખૂલ્યું છે. આ મ્યુઝિયમ પૌરાણિક ઇજિપ્ત એક્ઝિબિશનનો જ ભાગ છે.

ADVERTISEMENT
આ શોમાં કસ્ટમર્સ પોતાનાં પેટ્સ અને ખાસ તો બિલાડીઓને લઈને આવે છે.
‘ડિવૉર્સ મુબારક’
અમેરિકામાં રહેતી એક પાકિસ્તાની મહિલાએ છૂટાછેડા થયાની ખુશીમાં દોસ્તોને પાર્ટી આપી અને બૉલીવુડનાં સૉન્ગ્સ પર ડાન્સ કરતો વિડિયો સોશ્યલ મીડિયા પર મૂક્યો હતો. સ્ટેજની પાછળ લખેલું ‘ડિવૉર્સ મુબારક’. આ વિડિયો જોઈને એક પાકિસ્તાની પુરુષે કમેન્ટ કરેલી, ‘કૉન્ગ્રેચ્યુલેશન્સ ટુ એક્સ-હસબન્ડ, કચરા નિકાલ દિયા.’
વૉટ્સઍપ ભારતમાં એમની સર્વિસ બંધ કરી દેશે?
વૉટ્સઍપ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જો સરકાર દ્વારા એમને ઇન્ક્રિપ્શન મેસેજ જાહેર કરવા માટે ફોર્સ કરવામાં આવશે તો વૉટ્સઍપ ભારતમાં એમની સર્વિસ બંધ કરી દેશે. જોકે સરકાર દ્વારા હાલમાં જ એવું કહેવામાં આવ્યું છે કે વૉટ્સઍપ દ્વારા તેમને આજ સુધી એવી કોઈ માહિતી આપવામાં નથી આવી.
જય હો મનુ

શૂટર મનુ ભાકરે પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતને પહેલો મેડલ અપાવ્યો એની ઉજવણી વિખ્યાત સૅન્ડ-આર્ટિસ્ટ સુદર્શન પટનાઈકે પણ ઓડિશામાં પુરીના દરિયાકિનારે મસ્ત રેતશિલ્પ બનાવીને કરી હતી.


