૪૫ વર્ષની સોન્જા સેમ્યોનોવા હંમેશાં એકલતા અનુભવતી હતી, પણ હાલમાં તેના એક વૃક્ષ સાથેના સંબંધે તેનો ખાલીપો દૂર કરી દીધો છે.
૪૫ વર્ષની સોન્જા સેમ્યોનોવા
બાય સેક્સ્યુઅલ અને હોમોસેક્સ્યુઅલ જેવા શબ્દો તમે સાંભળ્યા હશે, પણ કૅનેડાની આ મહિલા પોતાને ઇકોસેક્સ્યુઅલ કહે છે. ૪૫ વર્ષની સોન્જા સેમ્યોનોવા હંમેશાં એકલતા અનુભવતી હતી, પણ હાલમાં તેના એક વૃક્ષ સાથેના સંબંધે તેનો ખાલીપો દૂર કરી દીધો છે. સેલ્ફ ઇન્ટિમસી ગાઇડ જણાવે છે કે તેનો વૃક્ષ પ્રત્યેનો એહસાસ એ અનુભવ છે જે હંમેશાં એક વ્યક્તિમાં શોધતી હતી. કૅનેડા બ્રિટિશ કોલમ્બિયાના વૅન કુવર આઇલૅન્ડની સોન્જા જણાવે છે કે જે વસ્તુની હાજરી હું આ વૃક્ષ સાથે અનુભવું છું એ હમેશાં એક વ્યક્તિમાં શોધતી હતી. સોન્જા ૨૦૨૦ના વિન્ટરમાં કૅનેડા આવી અને લૉકડાઉન દરમ્યાન ડેઇલી વૉક પર જવા માંડી અને વૉક દરમ્યાન તે વિશાળ ઓક ટ્રી પાસેથી પસાર થતી હતી. એ દરમ્યાન ૨૦૨૧ના સમરમાં તેને આ વૃક્ષ સાથે એક કામુક આકર્ષણનો અનુભવ થયો હતો. સોન્જાએ કહ્યું કે ‘મારા ડેઇલી વૉક વખતે મેં આ વૃક્ષ સાથે એક આકર્ષણનો અનુભવ કર્યો હતો. હું જૂઠું નહીં બોલું, પણ ખરેખર ત્યાં કામુકતા હતી. એક મોટી ગેરસમજ છે કે ઇકોસેક્સ્યુઅલ એટલે વ્યક્તિ અને પ્રકૃતિ વચ્ચે સેક્સ, પણ આ તો કામુકતા અનુભવ કરવાનો અલગ જ નજરિયો છે. ઘણી સમાનતા છે વ્યક્તિ સાથે સેક્સ કરવા અને નેચર સાથે ઇકોસેક્સ્યુઅલ કામુકતામાં, પણ આ બન્ને જુદાં છે.


