રશિયન અધિકારીઓ જેલમાંથી એવી મહિલાઓને ખાસ પસંદ કરે છે જેઓ મેડિકલ બૅકગ્રાઉન્ડ ધરાવતી હોય
વ્લાદિમીર પુતિનની ફાઇલ તસવીર
યુક્રેન સામેના યુદ્ધમાં પોતાની સૈન્યક્ષમતા વધારવા માટે રશિયા હવે મહિલા કેદીઓને ટાર્ગેટ કરી રહ્યું છે. રશિયન ઑથોરિટી મહિલા કેદીઓ સેનામાં ભરતી થાય એ માટે તેમને મોટી રકમ ઑફર કરી રહી છે. આ સાથે તેમને લશ્કરી સેવાના બદલામાં સજામાફીની લાલચ પણ અપાઈ રહી છે. રશિયા સમગ્ર દેશની જેલમાંથી મહિલા કેદીઓને પસંદ કરીને દર મહિને ૨૦૦૦ ડૉલર (૧,૬૭,૦૦૦ રૂપિયા) ચૂકવી રહ્યું છે. આ રકમ રશિયામાં લઘુતમ વેતન કરતાં દસ ગણી વધારે છે. કેટલાક કિસ્સાઓમાં રશિયાતરફી અર્ધ-લશ્કરી દળો મહિલા કેદીઓને ૪૦૦૦ ડૉલર સુધીનું બોનસ ઑફર કરી રહ્યાં છે. રશિયન અધિકારીઓ જેલમાંથી એવી મહિલાઓને ખાસ પસંદ કરે છે જેઓ મેડિકલ બૅકગ્રાઉન્ડ ધરાવતી હોય અને સેનામાં જુદા-જુદા રોલ માટે સક્ષમ હોય.

