દરદી-ડૉક્ટર વચ્ચે સૌથી વધુ ૧૨,૦૩૪.૯૨ કિલોમીટરના અંતરે રોબોટિક સર્જરી કરવાનો વર્લ્ડ રેકૉર્ડ બન્યો
ડૉક્ટરોની ટીમ કુવૈતની જાબેર અલ-અહમદ હૉસ્પિટલમાં હતી
કુવૈતની હૉસ્પિટલે તાજેતરમાં ૧૨,૦૩૪.૯૨ કિલોમીટર દૂર બ્રાઝિલની હૉસ્પિલમાં સારવાર લઈ રહેલા દરદીની સર્જરી કરીને વિશ્વની સૌથી લૉન્ગ ડિસ્ટન્સ રોબોટિક સર્જરીનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. આ સર્જરી દરમ્યાન દરદી બ્રાઝિલની હૉસ્પિટલમાં હતો, જ્યારે ડૉક્ટરોની ટીમ કુવૈતની જાબેર અલ-અહમદ હૉસ્પિટલમાં. સર્જરી ૨૩ સપ્ટેમ્બરે થઈ હતી. એમાં કુવૈતની જાબેર અલ-અહમદ હૉસ્પિટલ અને બ્રાઝિલની ક્રૂઝ વર્મેલા હૉસ્પિટલના ડૉક્ટરોની ટીમે રોબોટિક ટેલી સર્જરી પૂરી કરી હતી.


