પોલીસે તપાસ કરતાં આ પત્ર લખનાર માણસની ઓળખ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં રહેતો સંદીપ સિંહ તરીકે થઈ હતી.
રિવા જિલ્લાના જુડિશ્યલ મૅજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ JMFC મોહિની ભદૌરિયાને સ્પીડ પોસ્ટથી એક ધમકીપત્ર મળ્યો
મધ્ય પ્રદેશમાં ગુનેગારોની હિંમત એટલી વધી ગઈ છે કે લોકો કોર્ટના જજને પણ ધમકી આપવા લાગ્યા છે. એટલું જ નહીં, તેઓ જજ પાસેથી જ પૈસા માગે છે. રિવા જિલ્લાના જુડિશ્યલ મૅજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ JMFC મોહિની ભદૌરિયાને સ્પીડ પોસ્ટથી એક ધમકીપત્ર મળ્યો હતો જેમાં લખ્યું હતું કે ૫૦૦ કરોડ રૂપિયા લઈને નજીકના જંગલમાં આવી જા, નહીંતર મારી નાખીશું. જજે આ વિશે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કહ્યું હતું કે આ પત્ર કોઈ ડકૈતી કરતા માણસે લખ્યો હશે અને પૈસા ન મળે તો મારી નાખવાની ધમકી આપી હશે. ધમકીમાં આ પૈસા તેને ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લા પાસેનાં જંગલોમાં જજ જાતે જઈને આપે એવું પણ કહેવાયું હતું.
પોલીસે તપાસ કરતાં આ પત્ર લખનાર માણસની ઓળખ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં રહેતો સંદીપ સિંહ તરીકે થઈ હતી.


