શુભાંગીને પ્રસવ-પીડા પછી હૉસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે ડૉક્ટરોને ગર્ભમાં બાળકનું વજન વધુ હશે એ તો ખબર હતી, પણ આટલુંબધું હશે એવો અંદાજ નહોતો
૩૪ વર્ષની શુભાંગી નામની મહિલાએ ૫.૨ કિલો વજન ધરાવતા હેલ્ધી બાળકનો જન્મ આપ્યો
સામાન્ય રીતે બાળક જન્મે ત્યારે તેનું વજન ૨.૮થી ૩.૨ કિલોની વચ્ચેનું હોય એ સામાન્ય ગણાય છે. જોકે જબલપુરમાં રાણી દુર્ગાવતી એલ્ગિન હૉસ્પિટલમાં સિઝેરિયનથી ભારેખમ બાળકનો જન્મ થયો હતો. ૩૪ વર્ષની શુભાંગી નામની મહિલાએ ૫.૨ કિલો વજન ધરાવતા હેલ્ધી બાળકનો જન્મ આપ્યો હતો. મેડિકલ જગતમાં આટલા હેવી બાળકનો જન્મ બહુ ભાગ્યે જ જોવા મળે છે. શુભાંગીને પ્રસવ-પીડા પછી હૉસ્પિટલમાં લાવવામાં આવી ત્યારે ડૉક્ટરોને ગર્ભમાં બાળકનું વજન વધુ હશે એ તો ખબર હતી, પણ આટલુંબધું હશે એવો અંદાજ નહોતો. સિઝેરિયન દ્વારા જ્યારે સ્વસ્થ બાળકનો જન્મ થયો ત્યારે ડૉક્ટરો પણ અચંબિત હતા. લગભગ સવાપાંચ કિલો વજન ધરાવતા ગોલુમોલુ દીકરા સાથે સેલ્ફી લેવા માટે ડૉક્ટરો અને નર્સોને પણ મજા પડી ગઈ હતી.


