Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સુરતના હીરાના વેપારીએ રામમંદિરની થીમ પર બનાવ્યો હાર

સુરતના હીરાના વેપારીએ રામમંદિરની થીમ પર બનાવ્યો હાર

Published : 20 December, 2023 10:35 AM | IST | Surat
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ હારમાં ૫૦૦૦ કરતાં વધારે અમેરિકન હીરાનો ઉપયોગ થયો છે, જે બે કિલો ચાંદીમાંથી તૈયાર કરવામાં આવ્યો છે. હીરાનો આ હાર કોઈ વ્યાવસાયિક હેતુથી તૈયાર કરાયો નથી

પ્રતીકાત્મક તસવીર

Offbeat

પ્રતીકાત્મક તસવીર


સુરતના હીરાના એક વેપારીએ રામમંદિરથી પ્રેરિત થઈને એક હાર તૈયાર કર્યો છે, જેમાં ૫૦૦૦ કરતાં વધારે અમેરિકન હીરાનો શણગાર કરવામાં આવ્યો છે. આ હાર બનાવવા માટે ૪૦ કારીગરોની ટીમે ૩૫ કરતાં વધારે દિવસ કામ કર્યું હતું. રસેશ જ્વેલર્સના ડિરેક્ટર કૌશિક કાકડિયાએ જણાવ્યું કે ‘આ હારમાં ૫૦૦૦ કરતાં વધારે અમેરિકન હીરાનો ઉપયોગ થયો છે, જે બે કિલો ચાંદીમાંથી તૈયાર કરવામાં આવ્યો છે. હીરાનો આ હાર કોઈ વ્યાવસાયિક હેતુથી તૈયાર કરાયો નથી.’ સુરતના આ હીરાના વેપારીએ આ હાર અયોધ્યામાં રામમંદિરને ભેટ આપવાનો નિર્ણય કર્યો છે. હીરાના આ હારમાં શ્રીરામ, હનુમાન, સીતામાતા અને લક્ષ્મણની કોતરણી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ૨૦૨૪ની ૨૨ જાન્યુઆરીએ રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાશે.


Whatsapp-channel Whatsapp-channel

20 December, 2023 10:35 AM IST | Surat | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK