Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રાજસ્થાનના વિધાનસભ્યે પોતાની આૅફિસમાં બનાવ્યું છે રામલલાનું ડિઝાયર મંદિર

રાજસ્થાનના વિધાનસભ્યે પોતાની આૅફિસમાં બનાવ્યું છે રામલલાનું ડિઝાયર મંદિર

Published : 25 June, 2026 10:50 AM | IST | Jodhpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અહીં કર્મચારીઓ તેમની ઇચ્છાઓ લખીને ડ્રૉપ-બૉક્સમાં મૂકી જાય છે

એમની સામે એક ડ્રૉપ-બૉક્સ મૂકવામાં આવ્યું છે

અજબ ગજબ

એમની સામે એક ડ્રૉપ-બૉક્સ મૂકવામાં આવ્યું છે


રાજસ્થાનના જોધપુરમાં ટ્રાન્સફરની સીઝન ચાલુ થઈ છે. અહીં લગભગ દરેક ડિપાર્ટમેન્ટમાં કોઈકને કોઈક પ્રકારની ઊથલપાથલ થઈ રહી છે. એને કારણે અનેક સરકારી કર્મચારીઓ સ્થાનિક રાજકારણીઓ પાસે મનગમતી ટ્રાન્સફરની અરજીઓ લઈને જઈ રહ્યા છે. એવામાં જોધપુરના વિધાનસભ્ય અતુલ ભણસાલીએ કર્મચારીઓને સરળતા પડે એ માટે પોતાની ઑફિસમાં ડિઝાયર મંદિર બનાવ્યું છે. આ મંદિરમાં રામલલાની પ્રતિકૃતિ બેસાડવામાં આવી છે. એમની સામે એક ડ્રૉપ-બૉક્સ મૂકવામાં આવ્યું છે. કર્મચારીઓએ પોતાની ઇચ્છા લખીને પેટીમાં નાખવાની છે. અતુલ ભણસાલીનું કહેવું છે કે ‘આખો દિવસ હું કર્મચારીઓની ઇચ્છાઓ સાંભળતો હોઉં છું કે તેમને ફલાણી જગ્યાએ ટ્રાન્સફર જોઈએ છે. ટ્રાન્સફરની માગણી સાથે આવતા કર્મચારીઓની વાતો સાંભળતો રહીશ તો ક્યારે જનતાની સમસ્યાઓ સાંભળીશ? એમાંય મારી પાસે તો ટ્રાન્સફર માગતા કર્મચારીઓ માટે એક જ મેસેજ હોય છે કે હું પોતે તો ટ્રાન્સફર કરતો નથી, હું તો માત્ર તમારી ઇચ્છા સંબંધિત ખાતા સુધી પહોંચાડતો પોસ્ટમૅન જ છું. જ્યારે બધાને એક જ જવાબ આપવાનો છે ત્યારે મેં નક્કી કર્યું કે લોકો મને મળે એના કરતાં પ્રભુનાં ચરણે પોતાની અરજી સોંપી દે. સંબંધિત ખાતાઓએ જે કરવું હશે એ કરી લેશે.’


Whatsapp-channel Whatsapp-channel

25 June, 2026 10:50 AM IST | Jodhpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK