તેણે ચાર પેન્સિલોથી એક ચોરસ બનાવ્યું છે અને એની ઉપર ચાર-ચાર પેન્સિલોનું લેયર ઉમેરતો જાય છે
પેન્સિલનો ટાવર
રાજસ્થાનના સિકરમાં રહેતા આર્યન શર્મા નામના જાતજાતની પેન્સિલો કલેક્ટ કરવાના શોખીન યુવાને પેન્સિલને ઉપરાઉપરી ગોઠવીને એમાંથી એક ટાવર બનાવ્યો છે. તેણે ચાર પેન્સિલોથી એક ચોરસ બનાવ્યું છે અને એની ઉપર ચાર-ચાર પેન્સિલોનું લેયર ઉમેરતો જાય છે. આમ કરીને તે પોતાની હાઇટ કરતાં લગભગ ત્રણગણી હાઇટનો પેન્સિલનો ટાવર બનાવી નાખે છે. લગભગ ચાર મીટર જેટલો અને ચોક્કસ માપ મુજબ ૧૩ ફુટ ૧૮ ઇંચ ઊંચો ટાવર આર્યન શર્માએ બનાવ્યો હતો જેને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ દ્વારા સૌથી ઊંચા પેન્સિલ ટાવરનો ખિતાબ મળ્યો હતો.

