Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બૅન્ગલોરથી ગાયબ થયેલા સૉફ્ટવેર એન્જિનિયરે પોલીસને કહ્યું : મને જેલમાં પૂરી દો, પણ પત્ની પાસે પાછો નહીં જાઉં

બૅન્ગલોરથી ગાયબ થયેલા સૉફ્ટવેર એન્જિનિયરે પોલીસને કહ્યું : મને જેલમાં પૂરી દો, પણ પત્ની પાસે પાછો નહીં જાઉં

Published : 18 August, 2024 12:00 PM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેની પત્નીએ પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી અને શંકા વ્યક્ત કરી હતી કે કદાચ તેનું અપહરણ થયું હશે.

વિપિન ગુપ્તાની પત્ની અને વિપિન ગુપ્તા

અજબ ગજબ

વિપિન ગુપ્તાની પત્ની અને વિપિન ગુપ્તા


પત્નીના કહેવાતા ત્રાસથી બૅન્ગલોરથી ઘર છોડીને ૪ ઑગસ્ટે ગુમ થયેલો સૉફ્ટવેર એન્જિનિયર વિપિન ગુપ્તા ગુરુવારે નોએડાના એક મૉલમાંથી મળી આવ્યો હતો અને પોલીસ શુક્રવારે તેને લઈને બૅન્ગલોર પહોંચી ગઈ હતી. તેની પત્નીએ પતિ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી અને શંકા વ્યક્ત કરી હતી કે કદાચ તેનું અપહરણ થયું હશે. આ એન્જિનિયરે તેનો ફોન બંધ કરી દીધો હતો અને નવું સિમ કાર્ડ ખરીદીને તેના ફોનમાં ઍક્ટિવેટ કર્યું એને લીધે પોલીસને તેનું લોકેશન મળ્યું હતું અને પોલીસ તેના સુધી પહોંચી ગઈ હતી. પોલીસે તેને પકડ્યો ત્યારે તેણે ઘરે જવાની ના પાડી દીધી હતી. જોકે પોલીસે તેને જણાવ્યું હતું કે તેની સામે ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હોવાથી કેસ ક્લોઝ કરવા બૅન્ગલોર જવું જરૂરી છે. ઘરે પાછા નહીં જવા માટે તેણે પોતાના પર પત્ની દ્વારા થતી યાતનાની માહિતી પોલીસને આપી હતી. તેણે પોલીસને કહ્યું હતું કે તમે મને જેલમાં પૂરી દો; હું ત્યાં રહીશ, પણ મારી પત્ની પાસે પાછો નહીં જાઉં.

પત્ની સાથેના ખાટા સંબંધોની જાણકારી આપતાં તેણે કહ્યું કે ‘મારી પત્ની ડિવૉર્સી છે. હું તેનો બીજો પતિ છું. તેની ૧૨ વર્ષની દીકરી છે. હું બૅચલર હતો અને અમે ત્રણ વર્ષ પહેલાં મળ્યાં હતાં. મારી સાથે લગ્ન કર્યા બાદ તેને બીજી એક દીકરી થઈ છે જે આઠ મહિનાની છે. અમે બધાં સાથે રહીએ છીએ. લગ્ન બાદ તેણે મારી આઝાદી છીનવી લીધી છે. મારી પ્લેટમાંથી ભાતનો દાણો કે રોટલી નીચે પડે તો પણ તે મારા પર ગુસ્સો કરે છે. મારે તેના કહેવા મુજબનાં જ કપડાં પહેરવાં પડે છે. હું એકલો ચા પીવા પણ જઈ શકતો નથી. હું ગુમ થયો એ પછી તેણે મારા વિડિયો અને ફોટોગ્રાફ સોશ્યલ મીડિયામાં અપલોડ કરી દીધા હતા એથી મારો દેખાવ બદલવા માટે મેં માથાના વાળ પણ કપાવી નાખ્યા હતા.’


Whatsapp-channel Whatsapp-channel

18 August, 2024 12:00 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK