Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > યુવકે ઇન્સ્ટાગ્રામ પર જેને પ્રપોઝ કર્યું તે તેની જ પત્ની નીકળી

યુવકે ઇન્સ્ટાગ્રામ પર જેને પ્રપોઝ કર્યું તે તેની જ પત્ની નીકળી

Published : 08 May, 2026 02:42 PM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રભુદત્ત ત્રિપાઠી નામના ભાઈએ ઇન્સ્ટાગ્રામ પર એક મહિલા સાથે દોસ્તી કરી અને તેને લગ્ન કરવા માટે પ્રપોઝ કરી દીધું

પ્રતીકાત્મક તસવીર

અજબ ગજબ

પ્રતીકાત્મક તસવીર


ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક પત્નીએ તેના જ પતિને સોશ્યલ મીડિયા પર ફસાવી દીધો હતો. પ્રભુદત્ત ત્રિપાઠી નામના ભાઈએ ઇન્સ્ટાગ્રામ પર એક મહિલા સાથે દોસ્તી કરી અને તેને લગ્ન કરવા માટે પ્રપોઝ કરી દીધું. જોકે તેને ખબર નહોતી કે તે જેની સાથે ચૅટ કરે છે તે બીજું કોઈ નહીં પરંતુ તેની જ પત્ની સોની છે. સોનીએ નકલી નામે અકાઉન્ટ બનાવીને પતિ સાથે ચૅટિંગ શરૂ કર્યું હતું અને પતિ સાચે જ તેની જાળમાં ફસાઈ ગયો. તેણે સોનીને બીજી કોઈ યુવતી સમજીને પ્રપોઝ કર્યું. એના જવાબમાં સોનીએ બીજી મેએ તેને નાગવાસુકિ મંદિર બોલાવ્યો હતો. પ્રભુદત્ત ત્રિપાઠી જેવો મંદિરે પહોંચ્યો તો ત્યાં ઊભેલી મહિલાને જોઈને ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગ્યો, કેમ કે તેની સામે તેની જ પત્ની હતી. સોની છેલ્લાં પાંચ વર્ષથી પિયર રહેતી હતી. તેનો આરોપ છે કે પતિ તેને છોડીને બીજાં લગ્ન કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. એ ખબર મળતાં જ સોનીએ પતિનાં બીજાં લગ્નની ઇચ્છાનું બાળમરણ કરાવવા માટે આ છટકું ગોઠવ્યું હતું. મંદિરમાં પોતાની જ પત્નીને જોઈને ભાગવાની કોશિશ કરી રહેલા પતિને સોનીએ પકડીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. આસપાસના લોકોએ પોલીસને બોલાવી લીધી હતી અને પતિને પોલીસ ભેગો મોકલી દીધો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2026 02:42 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK