કઈ રીતે ઉતારવામાં આવ્યો એનો વિડિયો તો નથી, પરંતુ પૅરાગ્લાઇડર સકુશળ છે એવું સ્થાનિક ફાયરબ્રિગેડે જાહેર કર્યું હતું.
સ્થાનિકોએ આ ઘટના નજરે જોતાં તરત જ પોલીસને જાણ કરી
ચીનના નાનચેન્ગ શહેરમાં એક પૅરાગ્લાઇડર હવામાં મસ્ત ઊડી રહ્યો હતો અને છેક તે જમીન પર લૅન્ડ કરવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે જમીનથી ખૂબ નજીક આવી ગયા પછી તે ખુલ્લા મેદાનને બદલે એક નવા કન્સ્ટ્રક્ટ થઈ રહેલા બિલ્ડિંગ પાસે જઈ પહોંચ્યો. આવા સંજોગોમાં તેનું લૅન્ડિંગ જોખમી તો હતું જ, એમાં વળી પવન ફૂંકાતાં તેનું પૅરૅશૂટ ઊંચી ક્રેનમાં ફસાઈ ગયું. તે ફસાયેલી ક્રેનમાં પૅરૅશૂટ થકી હવામાં લટકતો હતો ત્યારે પણ હાઇટ લગભગ ૨૦૦ ફુટ જેટલી હતી. એમાં પૅરૅશૂટ છોડીને નીચે પડવું એ મોતને ભેટવા જેવું હતું. સ્થાનિકોએ આ ઘટના નજરે જોતાં તરત જ પોલીસને જાણ કરી. ફાયર-ફાઇટર્સની ટીમે આ પૅરાગ્લાઇડરને બચાવવા માટે બીજી એટલી જ ઊંચી ક્રેન મગાવી. તેને રેસ્ક્યુ કરતાં ૪ કલાક લાગ્યા. આટલો સમય પેલો યુવક જીવ હથેળી પર લઈને લટકતો રહ્યો. તેને કઈ રીતે ઉતારવામાં આવ્યો એનો વિડિયો તો નથી, પરંતુ પૅરાગ્લાઇડર સકુશળ છે એવું સ્થાનિક ફાયરબ્રિગેડે જાહેર કર્યું હતું.
