Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મા-બાપની સેવા કરવા છોડી નોકરી, હવે ઘરે રહી આ કામ માટે લે છે 6 લાખનું પેકેજ

મા-બાપની સેવા કરવા છોડી નોકરી, હવે ઘરે રહી આ કામ માટે લે છે 6 લાખનું પેકેજ

26 May, 2023 11:10 PM IST | China
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સાઉથ ચાઈના મૉર્નિગ પોસ્ટના એક રિપૉર્ટ પ્રમાણે હાલ ત્યાંના લોકો સોશિયલ મીડિયા પર એક એવી દીકરીની સ્ટોરી વાયરલ થઈ રહી છે, જેણે પોતાના માતા-પિતાની સેવા કરવા માટે પોતાની નોકરી છોડી દીધી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આપણાં દેશમાં માતા-પિતાની વધતી ઊંમરમાં તેમની સેવા કરવી સંતાનનું કર્તવ્ય માનવામાં આવે છે. આ માટે તેમને કોઈ પગાર નથી જોઈતો, તે પોતે જ પોતાના વડીલો માટે જેટલું થઈ શકે, તેમને સમય અને સેવા આપે છે. જો કે, આજે આપણાં પાડોશી દેશ ચીનની એવી દીકરી વિશે વાત કરીએ, જેની સાથે રહેવા માટે તેના માતા-પિતા તેને મહિનાની સેલરી આપે છે.

સાઉથ ચાઈના મૉર્નિગ પોસ્ટના એક રિપૉર્ટ પ્રમાણે હાલ ત્યાંના લોકો સોશિયલ મીડિયા પર એક એવી દીકરીની સ્ટોરી વાયરલ થઈ રહી છે, જેણે પોતાના માતા-પિતાની સેવા કરવા માટે પોતાની નોકરી છોડી દીધી છે. જો કે, એ વાત જુદી છે કે તે આ માટે પોતાના વૃદ્ધ માતા-પિતા પાસેથી પગાર લે છે. રસપ્રદ વાત એ છે કે આ જૉબ તેના પેરેન્ટ્સે જ તેને ઑફર કરી છે.



તું અમારી સાથે રહીશ, અમે સેલરી આપશું
તમે અનેક પેરેન્ટ્સને કહેતા સાંભળ્યા હશે કે જેટલું તેમના બાળકો કમાય છે, તેટલું તે તેમને ઘરે બેસીને ખવડાવી શકે છે. અહીં પણ કંઈક એવું જ હતું. 40 વર્ષની મહિલા એક ન્યૂઝ એજન્સીમાં 15 વર્ષથી કામ કરતી હતી. આથી તેને ખૂબ જ તાણ અને 24 કલાક ફોન પર રહેવાની ટેવ પડી ચૂકી હતી. આ જોઈને તેના માતા-પિતાએ ઑફર આપી કે તે પોતાની નોકરી છોડી દે. આના બદલે તે તેની આર્થિક જરૂરિયાતોનું ધ્યાન રાખશે.


આ પણ વાંચો : તાઇવાનને બચાવવા અમેરિકા જે ઍરબેઝ પર નિર્ભર છે, ચીને એને પણ ટાર્ગેટ કર્યો

છોકરી બની ગઈ `સેલરી લેનારી દીકરી`
મહિલાએ વિચાર્યા બાદ આ ઑફર સ્વીકારી લીધી. તેના માતા-પિતાના મહિનાની પેન્શન 12 લાખ રૂપિયાથી પણ વધારે છે. જેમાંથી તે 47 હજારથી થોડીક વધારે રકમ પોતાની દીકરી ઘરે રહી તેની સેવા કરવા માટે આપે છે. હવે તેમની દીકરી સવારે એક કલાક માતા-પિતા સાથે ડાન્સ કરે છે, તેમની સાથે સામાન ખરીદવા જાય છે. સાંજે પિતા સાથે જમવાનું બનાવે છે. તે તેમની માટે ડ્રાઈવર અને ઈલેક્ટ્રૉનિક સાથે જોડાયેલી બધી વસ્તુઓનું ધ્યાન પણ રાખે છે. દર મહિને તે 2 ફેમિલી ટ્રિપ પર જાય છે અને દીકરીનું કહેવું છે કે તેનું જીવન હવે ખૂબ જ આરામદાયક થઈ ગયું છે.


Whatsapp-channel Whatsapp-channel

26 May, 2023 11:10 PM IST | China | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK