Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મરઘીઓ ખાઈને બાજ પંખી એટલું જાડિયું થઈ ગયું કે હવે ઊડી જ નથી શકતું

મરઘીઓ ખાઈને બાજ પંખી એટલું જાડિયું થઈ ગયું કે હવે ઊડી જ નથી શકતું

Published : 05 November, 2026 05:53 PM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એની સારવારમાં શક્તિવર્ધક દવાઓની સાથે ડાયટિંગ કરાવવું પડશે. 

પંખી એટલું જાડિયું થઈ ગયું કે હવે ઊડી જ નથી શકતું

અજબ ગજબ

પંખી એટલું જાડિયું થઈ ગયું કે હવે ઊડી જ નથી શકતું


બાજ એટલે કે ગરુડ હવામાં ખૂબ જ ઊંચાઈએ ઊડે છે. જોકે અમેરિકામાં એક બાજ પંખી એટલું મોટું થઈ ગયું કે હવે એ ઊડી જ નથી શકતું. વર્જિનિયાના એક વિસ્તારમાં માદા બાજ પંખી થોડાક સમયથી રેસિડેન્શ્યલ વિસ્તારમાં રહેતું હતું. એ બાજ રહેવાસીઓએ પાળેલી મરઘીઓ ઝાપટી જતું હતું અને નજીકના વૃક્ષમાં રહેતું હતું. સામાન્ય રીતે માદા બાજ પંખીનું વજન ૪૫૦ ગ્રામ હોય છે, પણ આ પંખીનું વજન ૯૦૦ ગ્રામ થઈ ગયું હતું. આસપાસમાંથી મરઘીઓ ખૂબ ખાવા મળી રહેતી હોવાથી બાજે સારીએવી પાર્ટી મનાવી હતી. એને કારણે થોડા જ દિવસોમાં એ મેદસ્વી થઈ ગયું. થોડા દિવસ પહેલાં આ બાજ કોઈકના આંગણામાં ફસડાયેલું પડ્યું મળ્યું હતું. સ્થાનિકોએ રેસ્ક્યુ કરનારી સંસ્થાને ફોન કરીને બોલાવ્યા હતા. રેસ્ક્યુ સેન્ટરમાં ડૉક્ટરોએ એની તપાસ કરી તો પંખીને કોઈ જ રોગ નહોતો. એનાં હાડકાં, આંખો, પાંખો કશાયને કોઈ ઈજા થઈ નહોતી પરંતુ શરીરમાં ચરબીનો ભરાવો થઈ ગયો હતો. ડૉક્ટરોનું માનવું છે કે બાજ એ શિકારી વૃત્તિનું અને ખૂબ જ ઍક્ટિવ હોય છે, પણ આ બાજને બહુ સરળતાથી ખુલ્લામાં રખડતી મરઘીઓ મળી જતી હોવાથી એ આરામપ્રેમી થઈ ગયું હોય એવું લાગે છે. સામાન્ય કરતાં ડબલ વજન વધી જતાં હવે એ ઊડી શકતું નથી. એની સારવારમાં શક્તિવર્ધક દવાઓની સાથે ડાયટિંગ કરાવવું પડશે. 


Whatsapp-channel Whatsapp-channel

05 November, 2026 05:53 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK