વારંવાર આવતા ભૂકંપને કારણે લોકોનાં ઘરોમાં ફર્નિચરને નુકસાન પહોંચ્યું છે અને ભૂકંપ વખતે ઊભા રહેવાનું પણ મુશ્કેલ બની ગયું છે.
જપાનના આ આઇલૅન્ડ પર ૩ અઠવાડિયાંમાં ધરતીકંપના ૧૮૦૦ આંચકા આવ્યા
જપાનના અકુસેકીજીમા ટાપુ પર છેલ્લાં ૩ અઠવાડિયાંમાં ધરતીકંપના આશરે ૧૮૦૦થી વધુ આંચકા આવ્યા છે, જેને કારણે એની ૭૫ ટકા વસ્તીને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. વારંવાર આવતા ભૂકંપને કારણે લોકોનાં ઘરોમાં ફર્નિચરને નુકસાન પહોંચ્યું છે અને ભૂકંપ વખતે ઊભા રહેવાનું પણ મુશ્કેલ બની ગયું છે.
ટાપુ પર હાલમાં રહેતા સ્કૂલના બાવન વર્ષના પ્રિન્સિપાલ યોશિરો ટોબોએ કહ્યું હતું કે ‘હું થાકી અને ડરી ગયો છું. ઘણી વાર સતત ધ્રૂજતી ધરતી પર સૂવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે. જ્યારે કોઈ મોટો ભૂકંપ આવી રહ્યો હોય છે ત્યારે હું અનુભવી શકું છું. મારી ઊંઘમાં પણ હું એને દૂરથી નજીક આવતા અનુભવી શકું છું.’

