ટીવીમાં મૅચ જોતા ડૉગીએ ખુશ થઇને મારી હવામાં ગુલાંટ, જુઓ વીડિયો
વીડિયોમાંથી લીધેલો સ્ક્રિનશૉટ
આપણે બધા કોઈ એવી વ્યક્તિને ઓળખીએ છીએ જે ટેલિવિઝન પર રમત જોતી વખતે હકીકતમાં મંત્રમુગ્ધ થઈ જાય છે અને રમત જોવામાં મશગુલ થઈ જાય છે. જેમ જેમ ખેલાડીઓ આગળ વધે છે, તેમ એ પોતાના શરીરને આંચકો આપે અને જો ખેલાડી કોઈ ભૂલ કરે છે તો ટેલિવિઝન સેટ પર ચીસો પાડે છે. જેમ કે ક્રિકેટ મૅચ જોઈએ ત્યારે વિકેટ પડે કે સિક્સ ત્યારે દર્શકોનો ઉત્સાહ ઘણો વધી જાય છે અને જોરથી બૂમો પાડતા હોય છે. પરંતુ શું તમે કોઈ જાનવર, ખાસ કરીને કુતરાને આવું કરતા જોયું છે. આ વીડિયોને પૂર્વ બાસ્કેટબોલ રેક્સ ચેપમને શૅર કર્યો છે. આ વીડિયોમાં ડૉગી પોતાના માલિક કરતા વધારે એક્સાઈટેડ થઈને મૅચ જોઈ રહ્યો છે.
વીડિયોમાં, જોઈ શકાય છે કે કૂતરો તેના માલિક સાથે પલંગ પર મૅચ જોવા બેઠો છે. જેવી રીતે કમેન્ટેટર બૂમો પાડે છે ત્યારે તે થોડો પાછળ ખસી જાય છે. પછી જેવી રીતે મૅચમાં ખુશીની તક મળે કે તરત જ તે ઉછળીને પલંગ પરથી નીચે કૂદકો મારે છે. સાથે જ બાજુમાં બેસેલી મહિલા પણ જોરજોરથી હસવા લાગે છે.
ADVERTISEMENT
We all miss sports. But maybe not as much as this good boy.
— Rex Chapman?? (@RexChapman) July 30, 2020
Dogs, bruh... pic.twitter.com/PInjrYOUhF
વીડિયો શેર કરતી વખતે રેક્સ ચેપમેને કૅપ્શનમાં લખ્યું કે, 'આપણે બધા રમતોને ઘણા મિસ કરીએ છીએ, પરંતુ એટલું નહીં જેટલું આ ડૉગી કરી રહ્યો છે.
રેક્સ ચેપમેને 31મી જુલાઈએ આ વીડિયોને ટ્વિટર પર શૅર કર્યો હતો, જેના અત્યાર સુધીમાં લગભગ 4 લાખ વ્યૂઝ થઈ ચૂક્યા છે. સાથે જ 13 હજારથી વધારે લાઈક્સ અને 3 હજારથી વધારે રિ-ટ્વિટ્સ અને કમેન્ટ્સ આવી ચૂક્યા છે. લોકોને આ વીડિયો ઘણો પસંદ આવી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના સ્પિન બોલર હરભજન સિંહે પણ આ રમૂજી વીડિયો શૅર કર્યો છે. સાથે જ ટ્વિટર પર લોકોએ આવી પ્રતિક્રિયા આપી છે.