વાંદરાના 10 દિવસના અનાથ બચ્ચાને ડૉગીએ દત્તક લીધું
ડૉગીએ વાંદરાના બચ્ચાને દત્તક લીધું
હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં એક વાંદરીને ઝેર પીવડાવીને મારી નખાઈ હતી. એ વાંદરીના બચ્ચાને એક કૂતરાએ દત્તક લીધાની કથા ઘણી જાણીતી થઈ છે. સોલનના ચક્કી મોર વિસ્તારમાં ફોટોગ્રાફર પ્રકાશ બાદલે લીધેલી તસવીરોમાં સગર્ભા કૂતરી એક વાંદરીના બચ્ચાને સોડમાં લઈને સૂતેલી જોવા મળે છે. સ્થાનિક ખેડૂતોએ તેમનો ઊભો પાક બચાવવા માટે વાંદરીને ઝેર પીવડાવીને મારી નાખી હતી. દસેક દિવસનું વાંદરીનું બચ્ચું પણ નવી માતા પાસે ખૂબ હૂંફ અનુભવી રહ્યું છે.