ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ કર્યું એની શહેરમાં હોર્ડિંગ લગાવીને જાહેરાત કર
સાઇનબોર્ડ
પ્રેમીપંખીડા જ્યારે એકમેકના પ્રેમમાં ગળાડૂબ હોય ત્યારે જીવ દેવા તૈયાર થઈ જાય છે, પણ જો તેમની વચ્ચે કંઈક વાંકુ પડ્યું અને બ્રેકઅપ થઈ ગયું તો તીવ્ર પ્રેમ એટલા જ તીવ્ર ધિક્કારમાં ફેરવાઈ શકે છે એનો તાજો દાખલો ઇન્ડોનેશિયામાં બન્યો. એક પ્રેમીએ પોતાની ગર્લફ્રેન્ડ સાથેનું બ્રેકઅપ જાહેર કરવા માટે શહેરમાં સાઇનબોર્ડ લગાવ્યું. વાત એમ હતી કે પ્રેમીને થોડાક વખત પહેલાં ખબર પડી હતી કે પ્રેમિકા તો બીજા કોઈકને પ્રેમ કરી રહી છે. આ વાતની ખબર પડતાં જ બન્ને વચ્ચે ઝઘડો થયો અને પ્રેમિકા સંબંધ તોડીને જતી રહી. પ્રેમિકાના દગાને પચાવી ન શકતાં ભાઈએ પ્રેમિકાની જાયન્ટ તસવીર સાથે શહેરના મુખ્ય રસ્તા પર સાઇન-બોર્ડ લગાવ્યું અને એમાં સ્થાનિક ભાષામાં જે લખ્યું હતું એનો અર્થ કંઈક આવો થતો હતો, ‘મારી પ્રેમિકા કોઈ બીજાને પસંદ કરવા લાગી છે એટલે મેં તેની સાથે બ્રેકઅપ કરી લીધું છે.’
આ ઘટના પછી આ બન્ને જણનો રસ્તા વચ્ચે ઝઘડો પણ થયો. એનો પણ કોઈકે વિડિયો ઉતાર્યો અને સોશ્યલ મીડિયામાં ફેરવ્યો.