ભગવાનનું નામ લેવા માટેની જપમાળા લગભગ દરેક ધર્મમાં કોઈક ને કોઈક રીતે સંકળાયેલી રહી છે.
હવે જપમાળા પણ ડિજિટલ થવા માંડી છે
ભગવાનનું નામ લેવા માટેની જપમાળા લગભગ દરેક ધર્મમાં કોઈક ને કોઈક રીતે સંકળાયેલી રહી છે. કોઈકની માળા મોટી હોય તો કોઈકની નાની. આજની જનરેશનને કદાચ ૧૦૮ મણકાની માળા લઈને ભગવાનનું નામ લેવાનું કદાચ બોરિંગ લાગી શકે, પણ હવે જપમાળાને પણ ડિજિટલ કરી દેવામાં આવી છે. આમ તો ઑલરેડી માર્કેટમાં કાઉન્ટિંગ મશીન્સ આવી જ ગયાં છે જે જપમાળાને ડિજિટલ કરી રહ્યાં છે, પરંતુ આ વખતે જે કાઉન્ટિંગ મશીન શોધાયું છે એ લુકમાં પણ ખાસ છે. બાળકોના ફિજેટ સ્પિનરને મળતા આવતા આ લાકડાના ડિવાઇસમાં લિટરલી માળાના મણકા ફેરવાતા હોય છે અને જેમ-જેમ એ મણકા ફેરવાતા જાય એમ-એમ એની સાઇડમાં રાખેલા કાઉન્ટ્સ પણ વધતા જાય. એમાં પાંચ આંકડા સુધીના આંકડા છે એટલે તમે ૯૯,૯૯૯ કાઉન્ટ્સ કરી શકો છો અને એ પછી ફરીથી ગણતરી એકડેએકથી શરૂ થાય છે. પરંપરાગત જપમાળાને અપાયેલા નવા સ્વરૂપ માટે લોકોએ મિશ્ર પ્રતિક્રિયા આપી છે.


