દુનિયાની ટૉપ ટેનના લિસ્ટમાં ભારતની એક પણ કંપની નથી
તાતા મોટર્સ
ભારતની સૌથી મોટી કાર મૅન્યુફૅક્ચરર કંપનીનું સ્થાન તાતા મોટર્સ પાસે આવી ગયું છે. જોકે દુનિયાની સૌથી મોટી કાર મૅન્યુફૅક્ચરર કંપનીમાં ભારતની એક પણ કંપનીનો સમાવેશ નથી થતો. ઇન્ડિયાની સૌથી મોટી કાર મૅન્યુફૅક્ચરર કંપની મારુતિ સુઝુકી હતી. જોકે હવે એની પાસેથી એ તાજ તાતા મોટર્સે છીનવી લીધો છે. ૪૧,૦૨,૪૦,૨૫,૦૦,૦૦૦ રૂપિયાના વૅલ્યુએશન સાથે તાતા મોટર્સ પહેલા ક્રમે છે. ૩૯,૭૬,૮૧,૮૭,૫૦,૦૦૦ રૂપિયાના વૅલ્યુએશન સાથે મારુતિ સુઝુકી બીજા ક્રમે છે. દુનિયાભરની સૌથી ટોચની કાર મૅન્યુફૅક્ચરર કંપનીના ટૉપ ટેન લિસ્ટમાં ઇલૉન મસ્કની ટેસ્લા કંપની પહેલા ક્રમે છે. આ કંપનીનું વૅલ્યુએશન ૭૦૪ બિલ્યન ડૉલર છે. બીજા ક્રમે જપાનની ટોયોટા મોટર કૉર્પોરેશન ૨૯૯ બિલ્યનના વૅલ્યુએશન સાથે છે. ત્રીજા ક્રમે ચીનની BYD કંપની ૯૭ બિલ્યન ડૉલરના વૅલ્યુએશન સાથે આવે છે. જર્મનીની મર્સિડીઝ બેન્ઝ ૭૪ બિલ્યન ડૉલરના વૅલ્યુએશન સાથે ચોથા ક્રમે છે. ઇટલીની ફેરારી ૭૬ બિલ્યન ડૉલર સાથે પાંચમા ક્રમે. જર્મનીની પૉર્શે ૬૯ બિલ્યન સાથે છઠ્ઠા ક્રમે, ૬૧ બિલ્યન ડૉલરના વૅલ્યુએશન સાથે જર્મનીની BMW સાતમા કર્મે છે. જર્મનીની ફૉક્સવેગન ૫૯ બિલ્યન ડૉલર સાથે આઠમા ક્રમે, નેધરલૅન્ડ્સની સ્ટેલેન્ટિસ ૫૫ બિલ્યન ડૉલર સાથે નવમા ક્રમે અને ૫૪ બિલ્યન ડૉલરના વૅલ્યુએશન સાથે જપાનની હૉન્ડા કંપની દસમા ક્રમે છે.

