Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ધોનીએ જે કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એણે લૉન્ચ કરી ૩૫,૦૦૦ની ઈ-સાઇકલ

ધોનીએ જે કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એણે લૉન્ચ કરી ૩૫,૦૦૦ની ઈ-સાઇકલ

23 July, 2024 03:43 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ઈ-સાઇકલની કિંમત ૩૪,૯૯૯ છે જેને કંપનીની ડીલરશિપ, વેબસાઇટ, ફ્લિપકાર્ટ અને ઍમૅઝૉન પરથી ખરીદી શકાશે.

 મહેન્દ્ર સિંહ ધોની

લાઇફમસાલા

મહેન્દ્ર સિંહ ધોની


ભૂતપૂર્વ ઇન્ડિયન ક્રિકેટ ટીમના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ઈ-સાઇકલ બનાવતી કંપની ઇમોટોરેડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. આ કંપનીએ એની ઈ-સાઇકલ ટી-રેક્સ ઍરને ઑરેન્જ બ્લેઝ અને ટ્રૉપિકલ ગ્રીન એમ બે કલરમાં લૉન્ચ કરી છે. આ ઈ-સાઇકલની કિંમત ૩૪,૯૯૯ છે. એને કંપનીની ડીલરશિપ, વેબસાઇટ, ફ્લિપકાર્ટ અને ઍમૅઝૉન પરથી ખરીદી શકાશે. આ સાઇકલમાં ૨૭.૫ ઇંચનાં ટાયર છે અને 10.2AHની રિમૂવેબલ બૅટરી છે. આ સાઇકલ પચીસની સ્પીડ પર ૫૦ કિલોમીટર સુધી ચાલી શકે છે અને એ ૧૧૦ કિલો સુધીના વજનની કૅપેસિટી ધરાવે છે. આ સાઇકલની બૅટરી ફુલ ચાર્જ થતાં બે-ત્રણ કલાક લાગે છે તેમ જ સાઇકલમાં ડિજિટલ ડિસ્પ્લે પણ છે. આ સાઇકલ પર કંપની પાંચ વર્ષની વૉરન્ટી અને બૅટરી પર બે વર્ષની વૉરન્ટી આપે છે. પુણેની આ કંપનીમાં ધોનીએ આ વર્ષે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. ઇમોટોરેડ કંપની સૌથી મોટી ઇલેક્ટ્રિક સાઇકલનું ઉત્પાદન કરતી ફૅક્ટરી બનવા જઈ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

23 July, 2024 03:43 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK