Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ટમેટાંની પ્યુરીનો નેગેટિવ રિવ્યુ આપવા બદલ નાઇજીરિયન મહિલાને ૭ વર્ષની જેલ

ટમેટાંની પ્યુરીનો નેગેટિવ રિવ્યુ આપવા બદલ નાઇજીરિયન મહિલાને ૭ વર્ષની જેલ

01 April, 2024 11:03 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૩૯ વર્ષની ચિઓમા ઓકોલીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ટમેટાંની પ્યુરીનું કૅન ખરીદ્યું હતું. એ વિશે તેણે ફેસબુક પર લખ્યું કે આમાં બહુ ખાંડ છે.

ચિઓમા ઓકોલી

Offbeat

ચિઓમા ઓકોલી


એક નાઇજીરિયન મહિલાને પ્રોડક્ટનો ઑનલાઇન રિવ્યુ આપવાનું ભારે પડ્યું હતું અને તેને ૭ વર્ષ માટે જેલની સજા આપવામાં આવી હતી. ૩૯ વર્ષની ચિઓમા ઓકોલીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ટમેટાંની પ્યુરીનું કૅન ખરીદ્યું હતું. એ વિશે તેણે ફેસબુક પર લખ્યું કે આમાં બહુ ખાંડ છે. મહિલાએ અન્ય ફ્રેન્ડ્સને પણ આ વિશે કમેન્ટ કરવા જણાવ્યું હતું. આ પોસ્ટ પર જોતજોતાંમાં હજારો કમેન્ટ આવી ગઈ જેમાં પ્રોડક્ટ બનાવનાર કંપની એરિસ્કો ફૂડ્સ લિમિટેડના ફાઉન્ડરની બહેનની પણ કમેન્ટ હતી. તેણે ઓકોલીને પ્રોડક્ટ વિશે નેગેટિવ ન લખવા જણાવ્યું, પણ મહિલાએ તેને વધુ ઉગ્રતાથી જવાબ આપ્યો હતો. એ પછી ઑક્ટોબરમાં કંપનીએ મહિલા સામે કેસ નોંધ્યો હતો અને તેને ૭ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. એ ઉપરાંત મહિલાને સાડાચાર લાખ રૂપિયાનો દંડ પણ ભરવાનો વારો આવી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

01 April, 2024 11:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK