Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > અજબ ગજબ: હાથે કરીને હાડકાં ભાંગવાનો ઉત્સવ

અજબ ગજબ: હાથે કરીને હાડકાં ભાંગવાનો ઉત્સવ

Published : 09 July, 2024 02:56 PM | IST | Madrid
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાનકડી ગલીઓમાં ૬ આખલાની આગળ દોડવા ઉપરાંત કેટલાક અતિઉત્સાહી જુવાનિયાઓ હાથે કરીને આખલાના પગ નીચે ચગદાવા તૈયાર હોય છે.

સોમવારથી આખું વીક સ્પેનના પૅમ્પલોના શહેરમાં સૅન ફર્મિન ફેસ્ટિવલ અંતર્ગત રોજ સવારે બુલરન યોજાય છે.

અજબ ગજબ

સોમવારથી આખું વીક સ્પેનના પૅમ્પલોના શહેરમાં સૅન ફર્મિન ફેસ્ટિવલ અંતર્ગત રોજ સવારે બુલરન યોજાય છે.


હાથે કરીને હાડકાં ભાંગવાનો ઉત્સવ 


સોમવારથી આખું વીક સ્પેનના પૅમ્પલોના શહેરમાં સૅન ફર્મિન ફેસ્ટિવલ અંતર્ગત રોજ સવારે બુલરન યોજાય છે. નાનકડી ગલીઓમાં ૬ આખલાની આગળ દોડવા ઉપરાંત કેટલાક અતિઉત્સાહી જુવાનિયાઓ હાથે કરીને આખલાના પગ નીચે ચગદાવા તૈયાર હોય છે. જે જગ્યાએથી આખલાઓને શેરીમાં છોડવામાં આવે છે એ રસ્તામાં કેટલાક જુવાનિયાઓ ઊંધા સૂઈ જાય છે અને તેમના પરથી આખલાઓ દોડીને જાય છે. હાડકાં ભાંગવાનું જ આ કામ થયુંને?



ઘેટાંનાં ટોળાંની સુરક્ષા અને નેતૃત્વ કરશે શ્વાનભાઈ


ફ્રાન્સમાં ઘેટાં ચરાવવાનું કામ આપમેળે થઈ જાય અને કોઈ માણસે તેમની પાછળ સમય ન વેડફવો પડે એ માટે શ્વાનોને તૈયાર કરવામાં આવે છે. આ શ્વાનને ઘેટાંઓનાં ટોળાંને જંગલી વરુઓ અને એમને કનડગત કરતા લોકોથી બચાવવા માટે તાલીમ આપવામાં આવે છે. આ ગાર્ડિયન શ્વાનને પટોઉ કહેવામાં આવે છે. ફ્રાન્સ નેચર એન્વાયર્નમેન્ટ અસોસિએશને આ બાબતે જાગૃતિ લાવવા અને શ્વાનોને તૈયાર કરવા માટેની પહેલ કરી છે. સામાન્ય રીતે ૫૦-૧૦ ઘેટાંના ટોળાને ગાર્ડ કરવા માટે બે ડૉગ્સ તહેનાત કરવામાં આવે છે.


રંગ મલ્હાર ઉત્સવમાં એપ્રન પર પેઇન્ટિંગ

કલાકારોનું એક ગ્રુપ લગભગ ૨૦૧૦ની સાલથી દર જુલાઈ મહિનામાં ઇન્ટરનૅશનલ રંગ મલ્હાર ઉત્સવ ઊજવે છે. ડૉ. વિદ્યાસાગર ઉપાધ્યાયના નેતૃત્વમાં દર વર્ષે અલગ-અલગ ચીજ પર કલાકારો એકસાથે પેઇન્ટિંગ કરતા હોય છે. ગયા વર્ષે કલાકારોએ છત્રી પર પેઇન્ટિંગ કર્યું હતું અને આ વખતે યંગ કલાકારોએ એપ્રન પર પેઇન્ટિંગ કરવાનું હતું. ૧૪ વર્ષ પહેલાં દુકાળ જેવી સ્થિતિ સર્જાતાં રાજસ્થાનના કલાકારોના એક ગ્રુપે ડૉ. વિદ્યાસાગાર ઉપાધ્યાયના નેતૃત્વમાં રંગ મલ્હાર ઉત્સવ ઊજવવાનું નક્કી કર્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

09 July, 2024 02:56 PM IST | Madrid | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK