આલ્બેનિયન ફેમસ ઍક્ટરના દીકરા એવા જેર્જ લ્યુકા નામના ૫૮ વર્ષના ઉદ્યોગસાહસિકે આ રેસ્ટોરાં ખોલી છે.
અજબગજબ
ઇટલીનાં વડાં પ્રધાન છવાયેલાં છે આલ્બેનિયાની એક રેસ્ટોરાંમાં
ઇટલીનાં વડાં પ્રધાન છવાયેલાં છે આલ્બેનિયાની એક રેસ્ટોરાંમાં
ADVERTISEMENT
યુરોપિયન દેશ આલ્બેનિયાના શેન્જિન નામના ટાઉનમાં ઇટલીનાં વડાં પ્રધાન મેલોનીના નામની રેસ્ટોરાં છે. આલ્બેનિયન ફેમસ ઍક્ટરના દીકરા એવા જેર્જ લ્યુકા નામના ૫૮ વર્ષના ઉદ્યોગસાહસિકે આ રેસ્ટોરાં ખોલી છે. નામથી લઈને ઇન્ટીરિયર બધામાં મેલોની છવાયેલાં છે. ‘ટ્રેટરિયા મેલોની’ નામની રેસ્ટોરાંની તમામ દીવાલો પર જાતજાતનાં એક્સપ્રેશન્સ આપતાં જ્યૉર્જિયા મેલોનીનાં પેઇન્ટિંગ્સ સજાવાયેલાં છે અને મેનુમાં વાનગીઓનાં નામમાં પણ મેલોની સ્પેશ્યલ છાંટ છે.
અમારો નીરમહલ જોવા આવો
વર્લ્ડ ટૂરિઝમ ડે નિમિત્તે ત્રિપુરાના અગરતલામાં રહેતા બાવીસ વર્ષના આર્ટિસ્ટ બિજૉય દેબનાથે અગરતલાનો નીરમહલ દીવાસળીની મદદથી બનાવ્યો છે. નીરમહલ એક જમાનામાં ત્રિપુરાના રાજાનો મહેલ હતો એ હવે સહેલાણીઓને જોવા માટે ખુલ્લો મુકાયો છે. આ મિનિએચર નીરમહલ ૬૧૨ મૅચ-સ્ટિકથી બન્યો છે.
આ લોકો ટ્રે લઈને ક્યાં ભાગે છે?
મકાઉમાં દર વર્ષે વિશ્વ પર્યટન દિવસ નિમિત્તે મકાઉ સરકારી ટૂરિઝમ ઑફિસ દ્વારા ‘ટ્રે રેસ’ યોજવામાં આવે છે જેમાં સરકારી કર્મચારીઓ અને રેસ્ટોરાંમાં કામ કરતા લોકો ટ્રેમાં એક બૉટલ અને ગ્લાસ લઈને રેસ લગાવે છે. આ રેસથી સહેલાણીઓને એવો મેસેજ આપવામાં આવે છે કે ‘તમે આવો, અમે તમને સર્વ કરવા તત્પર છીએ.’
હેં!?
બિહારના નાલંદામાં એક ભાઈને લગ્નનાં ત્રણ વર્ષ બાદ જ્યારે ખબર પડી કે પત્નીનાં તો આ બીજાં લગ્ન હતાં એટલે ધૂંધવાઈને ભાઈસાહેબ સાસરે ગયા અને સાળીને ભગાવીને લઈ ગયા. સાળીએ પણ પોતાના પિતાને ફોન કરીને કહી દીધું કે હવે હું જીજાજી સાથે જ રહીશ.