અમેરિકાના ક્રેટર ઑફ ડાયમન્ડ સ્ટેટ પાર્ક પહોંચી હતી. અહીં તે ત્રણ વીક સુધી ભટકતી રહી
૩૧ વર્ષની મિચેરે ફૉક્સ
ન્યુ યૉર્ક પોસ્ટમાં છપાયેલા રિપોર્ટ મુજબ ૩૧ વર્ષની મિચેરે ફૉક્સ નામની યુવતીએ પોતાનાં લગ્ન માટે હીરો ખરીદવાને બદલે મફતમાં શોધવાનું નક્કી કર્યું હતું. એ માટે તે અમેરિકાના ક્રેટર ઑફ ડાયમન્ડ સ્ટેટ પાર્ક પહોંચી હતી. અહીં તે ત્રણ વીક સુધી ભટકતી રહી. આ પાર્કમાં હીરાની ખાણ હતી. અહીં આએ દિન કાચા હીરા મળી આવે છે અને જેને મળે એનો હીરો એવી પૉલિસી છે. ત્રણ અઠવાડિયાં પછી જ્યારે થાકી-હારીને તેણે પાછા જવાનું મન બનાવી લીધું એની આગલી સાંજે તે એ જ વિસ્તારમાં છેલ્લી લટાર મારવાના હેતુથી ફરવા નીકળી. એ જ વખતે તેને ૨.૩૦ કૅરૅટનો સફેદ હીરો મળી આવ્યો. એની કિંમત લગભગ ૨૩ લાખ રૂપિયા જેટલી છે. યુવતીએ એ હીરો વેચીને એમાંથી પાંચ લાખની હીરાની વીંટી બનાવી અને બાકીના રૂપિયામાંથી લગ્નનો ખર્ચ કાઢી લીધો.


