એક વ્યક્તિએ તેના પિતરાઈ ભાઈની વાત ટ્વિટરાઇટ્સ સમક્ષ રજૂ કરતાં કહ્યું છે કે તે એક બારમાં એક યુવતીને મળ્યો અને તેમણે ઘણી વાતચીત કરી

આઠ આંકડાના મોબાઇલ નંબર પરથી સોલમેટને શોધવાની ગજબની કોશિશ
ટ્વિટર પર હાલમાં એક નવો જ કોયડો ઉકેલવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એક વ્યક્તિએ તેના પિતરાઈ ભાઈની વાત ટ્વિટરાઇટ્સ સમક્ષ રજૂ કરતાં કહ્યું છે કે તે એક બારમાં એક યુવતીને મળ્યો અને તેમણે ઘણી વાતચીત કરી. બંનેએ એટલી વાત કરી કે તેઓ એકબીજાને પોતાના સોલમેટ માનવા લાગ્યાં હતાં. વાતચીતમાં તેણે છોકરીનો ફોન-નંબર માગ્યો પરંતુ એમાં બે અંક ગાયબ હતાં. હવે તેણે આ નંબરને પૂરો કરવા માટે ટ્વિટર યુઝર્સની મદદ માગી છે. આ ટ્વિટર યુઝરનો પિતરાઈ નંબર પૂરો કરવા માટે વિવિધ નંબરોનાં સંયોજનો ટ્રાય કરી રહ્યો છે. ટ્વિટર પર આ ટ્વીટ થોડા જ સમયમાં વાઇરલ થઈ ગયું છે અને લોકો એની અપડેટ્સ પૂછી રહ્યા છે.