હવે આ જમીન પર ૧૨૨૦ મીટર લાંબો અને ૧૦ ફુટ પહોળો રોડ બનશે.
લાઇફ મસાલા
પ્રતીકાત્મક તસવીર
જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં હિન્દુઓ હવે સરળતાથી ૫૦૦ વર્ષ જૂના મંદિરની મુલાકાત લઈ શકશે. કાંસી પટ્ટા ગામમાં આવેલા ગુપ્ત કાશી-ગૌરીશંકર મંદિર સુધી પહોંચવા માટે અત્યાર સુધી કોઈ રોડ નહોતો. તાજેતરમાં બે મુસ્લિમ વ્યક્તિએ ધાર્મિક સદ્ભાવનાનો સંદેશ આપીને રસ્તાના બાંધકામ માટે તેમની જમીન દાન આપી હતી. ખેરાલ પંચાયતના ગુલામ રસૂલ અને ગુલામ મોહમ્મદે પંચાયતને ચાર કનાલ (૨૧,૭૮૦ સ્ક્વેર ફુટ) જમીન દાન કરી છે જેની કિંમત આશરે એક કરોડ રૂપિયા છે. હવે આ જમીન પર ૧૨૨૦ મીટર લાંબો અને ૧૦ ફુટ પહોળો રોડ બનશે. પંચાયત ફન્ડમાંથી રસ્તાનું બાંધકામ ટૂંક સમયમાં શરૂ થશે.