ઝીબ્રા ક્રૉસિંગ પાસે કાર આવે છે ત્યારે હળવેકથી એક કૂતરો કારની સામે આવે છે, બીજી કાર જતી રહે છે પણ શ્વાન લમ્બોર્ગિની સામે જ ઊભો રહે છે
લમ્બોર્ગિનીનો રસ્તો રોકી લીધો કૂતરાએ
મુંબઈના રસ્તા પર એક કૂતરાએ પૉશ લમ્બોર્ગિનીનો રસ્તો રોક્યો હતો. એ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. ઝીબ્રા ક્રૉસિંગ પાસે કાર આવે છે ત્યારે હળવેકથી એક
કૂતરો કારની સામે આવે છે, બીજી કાર જતી રહે છે પણ શ્વાન લમ્બોર્ગિની સામે જ ઊભો રહે છે, જાણે ડ્રાઇવર તેની ખાનગી મિલકતમાં પ્રવેશ કરી ગયો હોય. કૂતરો જાણે એમ કહી રહ્યો હોય કે ‘ગાડી તેરી હોગી, પર ઇલાકા મેરા હૈ’. જેમ-જેમ ડ્રાઇવર લમ્બોર્ગિનીને આગળ લેવાનો પ્રયાસ કરે છે, કૂતરો ભસવાનું શરૂ કરે છે. પછી કાર-ડ્રાઇવર સિફતપૂર્વક કાર દોડાવે છે ત્યારે શ્વાન રસ્તા પર તેનો પીછો કરે છે અને પાછળ દોડે છે. આ વિડિયો જોયા બાદ ઘણા લોકો આ ‘ડૉગેશભાઈ’ને રસ્તાના વાસ્તવિક બૉસ ગણાવી રહ્યા છે.

