બગ્ગીમાં કે મોંઘી શણગારેલી કારમાં વરરાજા બેસે અને પરણવા માંડવે આવે પણ મધ્ય પ્રદેશમાં એક વરરાજા ટ્રૅક્ટરમાં બેસીને પરણવા આવ્યો હતો
મધ્ય પ્રદેશમાં એક વરરાજા ટ્રૅક્ટરમાં બેસીને પરણવા આવ્યો
આમ તો ઘોડી પર, બગ્ગીમાં કે મોંઘી શણગારેલી કારમાં વરરાજા બેસે અને પરણવા માંડવે આવે પણ મધ્ય પ્રદેશમાં એક વરરાજા ટ્રૅક્ટરમાં બેસીને પરણવા આવ્યો હતો. સાફો અને શેરવાની પહેરીને વરરાજા પોતે ટ્રૅક્ટર ચલાવીને માંડવે પહોંચ્યો હતો. મધ્ય પ્રદેશના સતના સેમરી ગામના ખેડૂતનો દીકરો સુજિત સિંહ અનોખા અંદાજમાં ટ્રૅક્ટર લઈને જાનૈયાઓ સાથે પહોંચ્યો હતો. આખા રસ્તે આ વરઘોડો આકર્ષણનું કેન્દ્ર અને ચર્ચાનો વિષય બન્યો હતો. આવો વરઘોડો કાઢવા પાછળ વરરાજાએ કારણ આપ્યું હતું કે હું ખેડૂતનો દીકરો છું અને ટ્રૅક્ટર અમારો સાથી અને ખેતીની ઓળખ છે એટલે એક ખેડૂત તરીકેની ઓળખાણને સાબિત કરવા હું ગર્વથી દુલ્હનને લેવા ટ્રૅક્ટર ચલાવીને ગયો હતો.

