વ્હીલચૅર કોણ ચલાવતું હતું એ હજી અમેરિકાની પોલીસ શોધી શકી નથી
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
અમેરિકાના મૅરીલૅન્ડ રાજ્યમાં એક મોટરાઇઝ્ડ વ્હીલચૅર રોડ પર ટ્રાફિકની વચ્ચે જાણે મોટરબાઇક હોય એટલી ઝડપથી ભાગતી જોવા મળી હતી. ૨૯ મેના દિવસે બનેલી આ ઘટનાનો વિડિયો એક મહિલા કાર-ડ્રાઇવરે લીધો હતો. તેણે એ વિડિયો પોસ્ટ કરીને લખ્યું હતું, ‘પહેલી વારમાં તો મને મારી આંખો પર વિશ્વાસ ન થયો કે આ વ્હીલચૅર છે. એ જે ઝડપે દોડી રહી હતી એ મોટરબાઇકથી કમ નહોતી. એ કાર કરતાં પણ ઝડપથી દોડી રહી હતી.’ સામાન્ય રીતે વ્હીલચૅર રોડની કિનારીએ મધ્યમ ગતિએ ચાલતી હોય છે, પરંતુ વ્હીલચૅરમાં આટલી સ્પીડ પકડે એવી મોટર મૂકીને બાઇકની જેમ ચલાવવાનું એ વ્યક્તિ માટે તો જોખમી હતું જ પણ બાકીનાં વાહનો માટે પણ જોખમી છે. વ્હીલચૅર કોણ ચલાવતું હતું એ હજી અમેરિકાની પોલીસ શોધી શકી નથી.
