સગીર દીકરીનાં માતાપિતાને છોકરાવાળા ૭૨૦ ડૉલર આપે છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પૂરથી બચવા લોકો સ્થળાંતર કે એવા કોઈ ઉપાય કરતા હોય છે, પરંતુ પાડોશી દેશ પાકિસ્તાન આ બાબતે પણ સાવ જુદી દિશામાં દોડે છે. અહીં પૂરથી બચવા માટે નાની ઉંમરની દીકરીઓનાં તેનાથી મોટી ઉંમરના પુરુષ સાથે લગ્ન કરાવી દેવાય છે. બદલામાં પૈસા પણ મળતા હોય છે. આ ચલણને ‘મૉન્સૂન બ્રાઇડ’ કહે છે. થોડાં વર્ષોથી પાકિસ્તાનમાં સગીર દીકરીઓનાં લગ્ન કરાવવાનું પ્રમાણ ઘટી ગયું હતું, પરંતુ ૨૦૨૨માં ભયાનક પૂર આવ્યું એ પછી આ વિચિત્ર ચલણ ફરી શરૂ થયું છે. સગીર દીકરીનાં માતાપિતાને છોકરાવાળા ૭૨૦ ડૉલર આપે છે. અત્યંત ગરીબ પરિવાર માટે આટલીબધી રકમ લૉટરી જેવી લાગતી હોય છે. ગયા ચોમાસાથી અત્યાર સુધી ૪૫ સગીરાનાં લગ્ન થયાં હતાં એમ સુજાગ સંસાર નામના એનજીઓના સંસ્થાપક માશુક બિરહમાનીનું કહેવું છે.


