Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મેક્સિકોની આ વ્યક્તિના ૯૮ ટકા શરીર પર વાળ છે : તેના પરિવારને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ‍્સમાં સ્થાન મળ્યું

મેક્સિકોની આ વ્યક્તિના ૯૮ ટકા શરીર પર વાળ છે : તેના પરિવારને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ‍્સમાં સ્થાન મળ્યું

06 May, 2024 09:31 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચાર સભ્યોનો પરિવાર કૉન્જેનિટલ જનરલાઇઝ્‍‍ડ હાયપરટ્રાયકોસિસ નામની અત્યંત રૅર જિનેટિક કન્ડિશન ધરાવે છે જેમાં શરીર પર વધુ પડતા વાળ ઊગે છે.

વિક્ટર લેરી ગોમેઝ અને તેમનો પરિવાર

અજબ ગજબ

વિક્ટર લેરી ગોમેઝ અને તેમનો પરિવાર


શરીર પરની રુવાંટી ઘણા લોકોને પસંદ નથી હોતી અને આજે તો એને દૂર કરવા માટે લેસર ટ્રીટમેન્ટ પણ ઉપલબ્ધ છે. જોકે મેક્સિકોના એક રુવાંટીદાર પરિવારે તો બૉડીહેરને કારણે વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. વિક્ટર લેરી ગોમેઝ અને તેમના પરિવારને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ દ્વારા ‘વિશ્વનો સૌથી રુવાંટીદાર પરિવાર’નો ખિતાબ આપવામાં આવ્યો છે.

ચાર સભ્યોનો પરિવાર કૉન્જેનિટલ જનરલાઇઝ્‍‍ડ હાયપરટ્રાયકોસિસ નામની અત્યંત રૅર જિનેટિક કન્ડિશન ધરાવે છે જેમાં શરીર પર વધુ પડતા વાળ ઊગે છે. ગોમેઝ પરિવારના પુરુષોનું હથેળી અને પગના તળિયાને બાદ કરતાં ૯૮ ટકા શરીર વાળથી ભરાયેલું છે, તો મહિલાઓનાં શરીર પર ઓછાથી મધ્યમ પ્રમાણમાં વાળ ઊગે છે. ગોમેઝ-ફૅમિલીની આ કન્ડિશનનો અભ્યાસ કરતાં વૈજ્ઞાનિકોએ શોધ્યું કે આવું એક્સ ક્રૉમોસોમને લીધે હોઈ શકે છે. વિક્ટર ગોમેઝે કહ્યું કે આ કન્ડિશન સાથે સમાજમાં રહેવું બિલકુલ સરળ નહોતું, પણ હવે અમે પોતાની આ વિશિષ્ટતાને પ્રેમ કરતાં શીખી ગયાં છીએ.


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2024 09:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK