આજકાલ આ કાર ચર્ચામાં છે એનું કારણ છે મૅકડોનલ્ડ્સને આ વર્ષે ૨૪ વર્ષ પૂરાં થયાં છે
મૅક્ડોનલ્ડ થીમનું જાયન્ટ શૂ
તાજેતરમાં અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં રોડ પર એક અજીબોગરીબ કાર દોડતી જોવા મળી હતી. આ કસ્ટમ-મેડ કાર એકદમ મૅકડોનલ્ડ્સના સ્ટોર્સની બહાર બેસાડવામાં આવતા રોનલ્ડ મૅકડોનલ્ડના પૂતળા જેવા થીમની હતી. કલર થીમ લાલ અને યલો, પણ શેપ હતો બૂટ જેવો. એ પણ એટલું જાયન્ટ શૂ કે એમાં બેઠેલો ડ્રાઇવર પણ ટચૂકડો લાગે. શૂ-શેપની કારની વિન્ડશીલ્ડ મૅકડોનલ્ડ્સના જાણીતા ગોલ્ડન આર્કની જેમ બનાવી હતી. અમેરિકાના રોડ પર દોડતી પૉશ, ચમકતી અને સોબર રંગોવાળી કારોની વચ્ચે આ લાલ-પીળી કાર એકદમ જુદી તરી આવતી હતી. જેમણે પણ આ જોયું તેમની આંખ એક વાર તો ચમકી જ હશે. આજકાલ આ કાર ચર્ચામાં છે એનું કારણ છે મૅકડોનલ્ડ્સને આ વર્ષે ૨૪ વર્ષ પૂરાં થયાં છે. એના સ્થાપક રોનલ્ડ મૅકડોનલ્ડની યાદમાં આ કાર બનાવવામાં આવી છે અને એને રોડ પર ફેરવવાની બાકાયદા પરવાનગી પણ સરકાર પાસેથી લેવામાં આવી છે.
