૨૩ એપ્રિલે સારિકા અને નરેન્દ્ર મીનાનાં લગ્ન થયાં હતાં
લાઇફમસાલા
CRPF
રાજસ્થાનના અલવરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનોએ એક શહીદની દીકરીનું કન્યાદાન કર્યું હતું. ૨૩ એપ્રિલે સારિકા અને નરેન્દ્ર મીનાનાં લગ્ન થયાં હતાં. સારિકાના પિતા ૨૦૧૦માં શહીદ થયા હતા. પોતાના જીવનના ખાસ પ્રસંગે પિતાની યાદ તો જરૂર આવે, પણ CRPFના જવાનોએ લગ્નમાં હાજરી આપીને અને કન્યાદાન કરીને એ ખોટ પૂરી દીધી હતી. આ લગ્ન-સમારોહના ફોટો ઇન્ડિયન મિલિટરી અપડેટ્સ પેજ પર મૂકવામાં આવ્યા હતા. ૧૬૮ બટૅલ્યનના CRPF કૉન્સ્ટેબલ રાકેશ કુમાર મીના ૨૦૧૦ની ૮ મેએ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલીઓ સાથેની લડાઈમાં શહીદ થઈ ગયા હતા.