દેશમાં પહેલી વખત ઘોડામાં આ પદ્ધતિથી સફળતા મળી છે

રાજ પ્રથમા
દેશમાં સારી ગણાતી મારવાડી નસલના ઘોડાની સંખ્યામાં ઘટાડા વચ્ચે બિકાનેરમાં આવેલા રાષ્ટ્રીય અશ્વ અનુસંધાન કેન્દ્રમાં શુક્રવારે સરોગેટ પદ્ધતિથી એક ઘોડીએ બચ્ચાને જન્મ આપ્યો હતો. દેશમાં પહેલી વખત ઘોડામાં આ પદ્ધતિથી સફળતા મળી છે. ઘોડીને વૈજ્ઞાનિકોએ રાજ પ્રથમા નામ આપ્યું છે.