આ બુલ રેસને જોવા માટે ઇન્ડોનેશિયામાંથી મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય છે.

ઇન્ડોનેશિયાના સિટી પ્રોબોલિંગોમાં ગઈ કાલે ‘કરપન સપી બ્રુજુલ’ નામની ટ્રેડિશનલ બુલ રેસિંગ ઇવેન્ટ યોજાઈ હતી
ઇન્ડોનેશિયાના સિટી પ્રોબોલિંગોમાં ગઈ કાલે ‘કરપન સપી બ્રુજુલ’ નામની ટ્રેડિશનલ બુલ રેસિંગ ઇવેન્ટ યોજાઈ હતી, જેમાં યુવકોએ બે આખલાને હળ સાથે બાંધીને એના પર ઊભા રહી સ્પીડ અને પાવરનો રોમાંચ માણ્યો હતો. કાદવકીચડવાળા પાણીમાં થતી આ રેસમાં ભાગ લેવાનું ઢીલાપોચાનું કોઈ કામ નથી. એમાં ભાગ લેનારી વ્યક્તિઓ ઈજા થવા છતાં પણ હાર સ્વીકારવા તૈયાર થતી નથી. આ બુલ રેસને જોવા માટે ઇન્ડોનેશિયામાંથી મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય છે.