મધ્ય પ્રદેશમાં એક માણસ ઇટારસીથી જબલપુર જતી દાનાપુર એક્સપ્રેસ ટ્રેનની S4 નંબરની બોગીની નીચેના પૈડા પાસેની ટ્રૉલીમાં બેસીને ટ્રાવેલ કરતો પકડાયો હતો
જબલપુર જતી દાનાપુર એક્સપ્રેસ ટ્રેનની S4 નંબરની બોગીની નીચેના પૈડા પાસેની ટ્રૉલીમાં બેસીને ટ્રાવેલ કરતો પકડાયો હતો.
મધ્ય પ્રદેશમાં એક માણસ ઇટારસીથી જબલપુર જતી દાનાપુર એક્સપ્રેસ ટ્રેનની S4 નંબરની બોગીની નીચેના પૈડા પાસેની ટ્રૉલીમાં બેસીને ટ્રાવેલ કરતો પકડાયો હતો. જબલપુર સ્ટેશનના પ્લૅટફૉર્મ પર ટ્રેનનું રોલિંગનું પરીક્ષણ કરવા માટે રેલવે-કર્મચારીઓ દરેક ડબ્બાની નીચે તપાસ કરી રહ્યા હતા ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી. કર્મચારીઓને બોગીની નીચેની ટ્રૉલી પર એક માણસ સૂતેલો જોવા મળ્યો હતો. કર્મચારીઓએ તેને બહાર કાઢ્યો અને પૂછ્યું કે આવું કેમ કર્યું ત્યારે એનું કારણ તેણે અજીબ કહ્યું હતું. ભાઈનું કહેવું હતું કે તેની પાસે ટિકિટ માટે પૈસા નહોતા એટલે ડબ્બાની અંદર બેસું તો ટિકિટચેકર પકડી લે. કોઈની નજરે ન ચડાય એ રીતે તે ઇટારસી રેલવે-સ્ટેશનથી જ આ રીતે બે પૈડાં વચ્ચેની ટ્રૉલી પર બેસીને આવ્યો હતો. ઇટારસીથી જે સ્થળે તે પકડાયો ત્યાં સુધીમાં ટ્રેને લગભગ ૨૯૦ કિલોમીટરનું અંતર કાપ્યું હતું. રેલવે પ્રોટેક્શન ફોર્સના અધિકારીઓએ આ માણસ સામે હાથે કરીને જીવ જોખમમાં મૂકવા બદલ કેસ કર્યો છે.




