Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > સ્ટારબક્સના કાર પાર્કમાં મૅક્ડોનલ્ડ્સ ખાવા બદલ ૧૦૦ પાઉન્ડનો દંડ

સ્ટારબક્સના કાર પાર્કમાં મૅક્ડોનલ્ડ્સ ખાવા બદલ ૧૦૦ પાઉન્ડનો દંડ

Published : 07 May, 2022 09:32 AM | IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બ્રિટનમાં બૉબ સ્પિન્ક્સ નામની એક વ્યક્તિને સ્ટારબક્સના કાર પાર્કમાં મૅક્ડોનલ્ડ ખાવા બદલ ભારે પાર્કિંગ ચાર્જની નોટિસ આપવામાં આવી

સ્ટારબક્સના કાર પાર્કમાં મૅક્ડોનલ્ડ્સ ખાવા બદલ ૧૦૦ પાઉન્ડનો દંડ

સ્ટારબક્સના કાર પાર્કમાં મૅક્ડોનલ્ડ્સ ખાવા બદલ ૧૦૦ પાઉન્ડનો દંડ


બ્રિટનમાં બૉબ સ્પિન્ક્સ નામની એક વ્યક્તિને સ્ટારબક્સના કાર પાર્કમાં મૅક્ડોનલ્ડ ખાવા બદલ ભારે પાર્કિંગ ચાર્જની નોટિસ આપવામાં આવી હતી. 
ગોલ્ડન આર્ચીઝ પર પોતાની પસંદગીના ફાસ્ટફૂડનો ઑર્ડર આપ્યા પછી મૅક્ડોનલ્ડ્સનું કાર પાર્કિંગ ફુલ હોવાથી બૉબ સ્પિન્ક્સે પાસેના સ્ટારબક્સના પાર્કિંગમાં જગ્યા હોવાથી ત્યાં ગાડીમાં બેસીને જ ફાસ્ટફૂડ ખાધું હતું અને ત્યાં તેની કાર માત્ર ૧૬ મિનિટ રોકાઈ હતી. જોકે આટલા ઓછા સમય માટે કાર પાર્ક કરવા બદલ તેને બ્રિટનના વેલ્સમાં આવેલા બ્રાયનમિલ સ્થિત તેના ઘરના ઍડ્રેસ પર ૧૦૦ પાઉન્ડ (લગભગ ૯૫૦૯  રૂપિયા)ના દંડની નોટિસ મળી હતી. દંડની નોટિસનું કારણ જાણ્યા બાદ આઘાત પામેલા ૫૦ વર્ષના બૉબ સ્પિન્ક્સે આ બાબત સોશ્યલ મીડિયા પર શૅર કરતાં તેને આવો અનુભવ કરનાર અનેક લોકો વિશે માહિતી મળી હતી. 
 બૉબ સ્પિન્ક્સે જણાવ્યું હતું કે મૅક્ડોનલ્ડ્સમાંથી અમે ઑર્ડર કર્યો હતો, પરંતુ પાર્કિંગ ભરેલું હોવાથી અમે નજીકમાં જ પુષ્કળ ખાલી જગ્યા ધરાવતા સ્ટારબક્સના પાર્કિંગમાં કાર પાર્ક કરીને અમારું ભોજન લીધું હતું. કાયદાની દૃષ્ટિએ જુઓ તો આમાં કાંઈ ખોટું નથી. જો ૧૪ દિવસમાં દંડની રકમ નહીં ભરાય તો વધુ રકમનો દંડ ભરવો પડશે એમ જણાવાયું હોવાથી બૉબ સ્પિન્ક્સે દંડ ભરી દીધો હતો, પરંતુ આ ઘટના પછી તેમણે ફરી ક્યારેય સ્ટારબક્સની મુલાકાત ન લેવાનો નિર્ણય કર્યો છે.  સ્ટારબક્સ દ્વારા ચાર્જિંગ પૉઇન્ટમાં વાહન ફસાયું હોવાથી અટવાયેલી મહિલા પાસેથી પણ દંડ વસૂલ કર્યો હોવાનું બૉબ સ્પિન્ક્સને સોશ્યલ મીડિયા પર જાણવા મળ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

07 May, 2022 09:32 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK