પ્રેમની વ્યાખ્યા દરેક માટે અલગ-અલગ હોય છે. જોકે કોઈ બીજાને છોડીને પોતાને જ પ્રેમ કરવા લાગે તો શું થાય? એનું જીવતુંજાગતું ઉદાહરણ છે કૅલિફૉર્નિયામાં રહેતા ક્રિસ નામના આ ભાઈ. ક્રિસ પોતાને ખૂબ જ પ્રેમ કરે છે.
કૅલિફૉર્નિયામાં રહેતા ક્રિસ
પ્રેમની વ્યાખ્યા દરેક માટે અલગ-અલગ હોય છે. જોકે કોઈ બીજાને છોડીને પોતાને જ પ્રેમ કરવા લાગે તો શું થાય? એનું જીવતુંજાગતું ઉદાહરણ છે કૅલિફૉર્નિયામાં રહેતા ક્રિસ નામના આ ભાઈ. ક્રિસ પોતાને ખૂબ જ પ્રેમ કરે છે. આમ તો બધા જ લોકો પોતાને પ્રેમ કરતા હોય, પણ ક્રિસભાઈનો પ્રેમ જરા જુદી જ કક્ષાનો છે. ૧૩ વર્ષની વયે ક્રિસે સ્વિમસૂટમાં પોતાનું પ્રતિબિંબ અરીસામાં જોયું અને પોતાના જ પ્રેમમાં પડી ગયા. તેમણે પહેલી વાર અરીસાને ચૂમીને પોતાના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો અને એ પછી તો સેલ્ફ-લવમાં તેઓ ઊંડા ને ઊંડા ઊતરતા ગયા. ક્રિસનું કહેવું છે કે તે પોતાના જ પ્રતિબિંબ સાથે રોમૅન્સ કરે છે અને જાત સાથે અંતરંગ પળો વિતાવે છે. પોતાના જ શરીરને બે હાથે બાથમાં ભીડીને તેમને અજીબ સુકૂન મહેસૂસ થાય છે. બાળપણથી જ ક્રિસને પોતાના પ્રત્યે અજીબ આકર્ષણ મહેસૂસ થતું હતું. તેઓ બીજા દોસ્તો સાથે સમય ગાળવાને બદલે કલાકો સુધી દર્પણ સામે બેસી શકતા. અરીસામાં જ આંખમાં આંખ મિલાવીને તેઓ જાત સાથે જ વાતો કરવા લાગ્યા છે. મનોવૈજ્ઞાનિકોનું માનવું છે કે આ નાર્સિસિઝમ એટલે કે આત્મશ્લાઘા નથી, પરંતુ સેલ્ફ-લવ જ છે. પોતાને પહેલી વાર પીળા સ્વિમસૂટમાં જોઈને તેમના શરીરમાંથી કરન્ટ પસાર થઈ ગયેલો એમ જણાવતાં ક્રિસ કહે છે, ‘મારા પ્રતિબિંબ સાથે મારો શારીરિક જ નહીં, ભાવનાત્મક લગાવ પણ છે. મારા પ્રતિબિંબની સાથે હું તમે કહો એટલો સમય વિતાવી શકું છું. પ્રેમિકાની જેમ પોતાના પ્રતિબિંબની પ્રશંસા કરવાનું, એને ગળે વળગાડવાનું અને પ્યારભરી વાતો કરવાનું મને ખૂબ જ ગમે છે.’
પોતાની જાત સાથેના આ સંબંધને અત્યાર સુધી ક્રિસે દુનિયાથી છુપાવ્યો છે. તેમનું કહેવું છે કે ‘લોકો મારી ભાવના સમજી શકતા નથી. તેઓ સંબંધ એટલે એ બીજા કોઈ સાથે જ હોય એવું માને છે. હું નાર્સિસિસ્ટ અને માત્ર પોતાના વિશે જ વિચારનારો નથી. હું બીજાને સન્માન આપું છું.’


