Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > લકવાગ્રસ્ત હોવાનો ઢોંગ કરતા યુવાનને મોટું ઇન્જેક્શન આપીને સાજો કરવાની વાત કરી તો ભાઈ ઊભા થઈને ડબલ સ્પીડે...

લકવાગ્રસ્ત હોવાનો ઢોંગ કરતા યુવાનને મોટું ઇન્જેક્શન આપીને સાજો કરવાની વાત કરી તો ભાઈ ઊભા થઈને ડબલ સ્પીડે...

Published : 28 October, 2026 05:32 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જે માણસ પગ હલાવી નહોતો શકતો તે ઉસેન બોલ્ટની સ્પીડે ત્યાંથી રફુચક્કર થઈ જાય છે.

લકવાગ્રસ્ત હોવાનો ઢોંગ કરતા યુવાનને મોટું ઇન્જેક્શન આપીને સાજો કરવાની વાત કરી તો ભાઈ ઊભા થઈને ડબલ સ્પીડે ભાગ્યા

અજબ ગજબ

લકવાગ્રસ્ત હોવાનો ઢોંગ કરતા યુવાનને મોટું ઇન્જેક્શન આપીને સાજો કરવાની વાત કરી તો ભાઈ ઊભા થઈને ડબલ સ્પીડે ભાગ્યા


રસ્તા પર કે ટ્રાફિક સિગ્નલ્સ પર લાચારી કે શારીરિક અસમર્થતાનો ઢોંગ કરીને લોકોની સહાનુભૂતિ મેળવતા ભિક્ષુકની પોલ ખોલતા એક વિડિયોએ ભારે રમૂજી ક્ષણો ઊભી કરી હતી. રસ્તા પર પૅરૅલિસિસ થયો હોવાથી તે પગ હલાવી શકે એમ નથી એવો દેખાવ કરીને ભીખ માગતા એક યુવાનને વિડિયોમાં એક ભાઈ જાયન્ટ સાઇઝનું ઇન્જેક્શન દેખાડીને સાજો કરવાની વાત કરતા દેખાય છે. વિડિયો બનાવનારાએ રોડ પર આડા પડેલા યુવાનને પૂછ્યું કે ક્યારથી તેને આ તકલીફ છે? કોઈ સારવાર કરાવી છે કે નહીં? કયા ડૉક્ટર પાસે સારવાર કરાવી છે? જોકે એ વખતે અગડંબગડં જવાબો પરથી તે ખોટું બોલી રહ્યો છે એવું સ્પષ્ટ થતું જતું હતું. એટલે વિડિયો ઉતારનારા માણસે ખિસ્સામાંથી નૉર્મલ કરતાં ડબલ સાઇઝની ઇન્જેક્શનની સિરિન્જ કાઢીને દાવો કર્યો કે આ ઇન્જેક્શન લગાવવાથી તારો લકવો મટી જશે. પહેલાં તો ભિક્ષુકે આનાકાની કરી પણ જ્યારે તેને લાગ્યું કે કદાચ ઇન્જેક્શન ખરેખર મારી દેવામાં આવશે ત્યારે તે પલકવારમાં ઊભો થઈને ડબલ સ્પીડે ત્યાંથી ભાગી જાય છે. જે માણસ પગ હલાવી નહોતો શકતો તે ઉસેન બોલ્ટની સ્પીડે ત્યાંથી રફુચક્કર થઈ જાય છે.


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2026 05:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK