વિશાળ સાપ સાથેની આ પકડાપકડીને વિશ્વભરના દર્શકોને આકર્ષ્યા છે
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
હિંમત અને કૌશલ્યનું અસાધારણ પરાક્રમ દર્શાવતા, સાહસિક વન્યજીવોના ક્ષેત્રમાં તાજેતરના વિડિયોએ ઇન્ટરનેટ પર તોફાન મચાવ્યું છે. આ ફુટેજમાં હૃદયને આંચકો આપી દે એવી ક્ષણને કૅપ્ચર કરી છે, જ્યારે એક નિર્ભીક માણસ માત્ર તેના હાથનો ઉપયોગ કરીને એક વિશાળ ઍનાકૉન્ડાને સફળતાપૂર્વક પકડી લે છે. વિશાળ સાપ સાથેની આ પકડાપકડીને વિશ્વભરના દર્શકોને આકર્ષ્યા છે. માયામી ફ્લૉરિડાના પ્રાણીસંગ્રહાલયના રક્ષક માઇક હૉલ્સ્ટન દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા એક વિડિયોમાં તે પોતાને ધ રિયલ ટારઝન અને ધ કિંગ ઑફ ધ જંગલ તરીકે ઓળખાવે છે, જેમાં તેને નિર્ભય રીતે વિશાળ સાપનો સામનો કરતો બતાવાયો છે. તે અવારનવાર વન્યજીવો સાથેની તેની વાતચીતના વિડિયો પણ શૅર કરતો રહે છે. વિડિયોની શરૂઆતમાં માણસ સાવધાનીપૂર્વક વિશાળ ઍનાકૉન્ડાની નજીક જાય છે, જે એના કુદરતી રહેઠાણમાં આરામ કરતો હોય છે. જેમ-જેમ સસ્પેન્સ આગળ વધે છે એમ માણસ પણ આગળ આવીને એ તક ઝડપી લે છે અને ઝડપથી સાપને પકડી લે છે. માણસ કુશળતાપૂર્વક સાપ સાથે બાથ ભીડે છે. આ વિશાળ સાપ જે રીતે કુંડળી મારે છે એ સ્પષ્ટ જોઈ શકાય છે અને એ કામ ભારે તાકાત માગી લે છે.

