Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કિંગ કોબ્રાને શૅમ્પૂથી નવડાવે છે આ પ્રાણીપ્રેમી

કિંગ કોબ્રાને શૅમ્પૂથી નવડાવે છે આ પ્રાણીપ્રેમી

07 July, 2024 10:28 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાપને ગરમીની સીઝનમાં નાહવું ગમતું હોય છે

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

અજબગજબ

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ


સાપ પાળવાની વાત અલગ છે, પણ ઝેરી કોબ્રા પાળવા માટે જિગર જોઈએ. આમ જોઈએ તો કોબ્રા બહુ શાંત પ્રજાતિ કહેવાય છે. છંછેડો નહીં તો કરડે નહીં. જોકે એમ છતાં એની સાથે મસ્તી કરવાની હિંમત બહુ ઓછા લોકોમાં હોય છે. સોશ્યલ મીડિયા ‘ઍક્સ’ પર @AMAZlNGNATURE નામના અકાઉન્ટ પર એક રૂંવાડાં ખડાં કરી દે એવો વિડિયો શૅર થયો છે. એમાં એક ભાઈ કિંગ કોબ્રાને નવડાવે છે એટલું જ નહીં, શૅમ્પૂ લઈને એને ચોળે પણ છે. સાપને ગરમીની સીઝનમાં નાહવું ગમતું હોય છે. સરિસૃપ વર્ગનાં પ્રાણીઓ જમીન પર ઢસડાતાં હોવાથી તેમના શરીરે ખૂબ કચરો જામી જાય છે અને ગરમીના દિવસોમાં તેમના શરીરમાંથી દુર્ગંધ પણ આવે છે. જોકે સાપના ગંધ મારતા શરીરને સુગંધિત શૅમ્પૂથી સાફ કરવાનું જિગર ધરાવતો આ માણસ કોણ છે એ જાણવાની લોકોમાં ઉત્સુકતા વધી ગઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

07 July, 2024 10:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK