જૉય હેન્રીએ નામના યુવકે વૉલી નામનો મગર પાળ્યો હતો.
અજબ ગજબ
વાઇરલ વિડિયોની તસવીર
મૂંગાં પ્રાણીઓ માણસને ભાવનાત્મક ટેકો આપે છે એ વાત પેટ-લવર્સ કરતાં કોણ સારી રીતે સમજી શકે? પેન્સિલ્વેનિયાનો એક યુવક પોતાનો આ ભાવનાત્મક ટેકો ખોવાઈ જવાને કારણે પાંગળો બની ગયો છે અને સોશ્યલ મીડિયા પર લોકો પાસેથી મદદ માગી રહ્યો છે. જૉય હેન્રીએ નામના યુવકે વૉલી નામનો મગર પાળ્યો હતો. ૨૧ એપ્રિલે બન્ને જ્યૉર્જિયાના દરિયાકિનારે વેકેશન માણવા ગયા ત્યારે કોઈક માણસ વૉલીને લઈ ગયો હતો અને એને અજાણ્યાના ઘર પાસે છોડી દીધો હતો. ઑથોરિટી એ વાતથી અજાણ હતી કે વૉલી પેટ છે એટલે તેમણે મગરને પકડીને જંગલમાં છોડી દીધો હતો. હવે હેન્રીએ વૉલીને પાછો લાવવા માટે લોકો પાસે મદદ માગી છે. હેન્રીને ૨૦૧૫માં વૉલી મળ્યો ત્યારે તે માત્ર ૧૪ મહિનાનો હતો અને ત્યારથી તેઓ સાથે રહે છે. હેન્રીનું કહેવું છે કે વૉલીએ આજ સુધી કોઈને બચકું ભર્યું નથી. વૉલીએ તેનું ડિપ્રેશન દૂર કરવામાં ઘણી મદદ કરી છે અને હવે તેનો ઇમોશનલ સપોર્ટ ગુમ થઈ ગયો છે.