Maharashtra Groom Family cancels wedding: આ બન્નેના જન્માક્ષરમાં કોઈ મેળ ન ખાતી કે કોઈ બીજા વિવાદને લીધે નહીં, પણ માત્ર વરરાજાનો ક્રેડિટ ઇન્ફર્મેશન બ્યુરો ઇન્ડિયા લિમિટેડ (CIBIL) સ્કોર ઓછો હોવાથી આ લગ્ન રદ થયા હોવાનું કારણ સામે આવ્યું છે.
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય AI
આજકાલ લગ્નમાં વિચિત્ર પ્રકારની ઘટના ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ સાથે કેટલાક લગ્ન બધી જ હદ પાર કરી દેય છે. હાલમાં એવા જ એક લગ્ન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેણે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. મહારાષ્ટ્રના મુર્તિઝાપુરમાં એક કન્યાના પરિવારે જ તેના લગ્ન રદ કર્યા હોવાની ઘટના સામે આવી છે. આ બન્નેના જન્માક્ષરમાં કોઈ મેળ ન ખાતી કે કોઈ બીજા વિવાદને લીધે નહીં, પણ માત્ર વરરાજાનો ક્રેડિટ ઇન્ફર્મેશન બ્યુરો ઇન્ડિયા લિમિટેડ (CIBIL) સ્કોર ઓછો હોવાથી આ લગ્ન રદ થયા હોવાનું કારણ સામે આવ્યું છે. હા, નાણાકીય વિશ્વસનીયતા લગ્ન તૂટવાનું કારણ બની ગઈ હતી.
લગ્નની વાતચીત લગભગ પૂર્ણ થઈ ગઈ હતી, બન્ને પરિવારો સામાન્ય પસંદગીઓ અને મંજૂરીઓ પછી સંતુષ્ટ થઈ ગયા હતા. પરંતુ સોદો પૂર્ણ કરતા પહેલા, કન્યાના મામાએ એક અણધારી માગણી કરી - તે વરરાજાના CIBIL સ્કોર તપાસવા માગે છે. ત્યારબાદ જે બન્યું તે બધાને આશ્ચર્યચકિત કરી ગયું. રિપોર્ટમાં બહાર આવ્યું કે વરરાજાએ ઘણી લોન લીધી હતી અને આર્થિક રીતે સંઘર્ષ કરી રહ્યો હતો. તેમની પુત્રીના ભવિષ્ય વિશે ચિંતિત, કન્યાના પરિવારે લગ્ન રદ કરવામાં કોઈ સમય બગાડ્યો નહીં.
ADVERTISEMENT
"જે છોકરા પહેલાથી જ કર્જમાં ડૂબી ગયો છે તેના સાથે લગ્ન કેમ કરવા?" કન્યાના કાકાએ દલીલ કરી હોવાનું કહેવાય છે. બાકીના પરિવારના સમર્થનથી, લગ્નની ચર્ચાઓ ત્યાં જ સમાપ્ત થઈ ગઈ હતી. પરંપરાગત રીતે, જન્માક્ષર મૅચિંગ અને કૌટુંબિક પૃષ્ઠભૂમિ જેવા પરિબળો અરેન્જ મૅરેજમાં મુખ્ય ભૂમિકા ભજવતા રહ્યા છે. પરંતુ આ કેસ પછી, એવું લાગે છે કે નાણાકીય જવાબદારી હવે ચેકલિસ્ટમાં દાખલ થઈ ગઈ છે. એક વાત સ્પષ્ટ છે - જો તમારો ક્રેડિટ સ્કોર ઓછો હોય, તો ફક્ત બૅન્ક જ નહીં પણ ભવિષ્યમાં તમારો પાર્ટનર પણ નકારી શકે છે.
બીજી એક ઘટનામાં આગરામાં માત્ર ૧૨ કલાકનાં લગ્ન ચર્ચાનો વિષય બન્યાં છે. એક યુવકનાંસવારે મંદિરમાં લગ્ન નક્કી થયાં. બપોરે દુલ્હા-દુલ્હન સાત ફેરા લઈને પતિ-પત્ની બન્યાં અને સાંજે દુલ્હન ગાયબ થઈ ગઈ. વચેટિયા યુવકે ૩૫,૦૦૦ રૂપિયા લઈને આ લગ્ન નક્કી કરાવ્યાં હતાં અને દુલ્હનને સોનાની બે વીંટી તથા સોનાનું મંગળસૂત્ર લગ્નમાં પહેરાવવામાં આવ્યું હતું. પોતાની બહેનને આવજો કહેવાના બહાને બહાર ગઈ અને બહેનની સાથે તે પોતે પણ ઑટોમાં બેસીને રફુચક્કર થઈ ગઈ. વરપક્ષના લોકોને શંકા જતાં તેમણે ઑટોરિક્ષાનો પીછો કર્યો હતો. વરરાજાના ઘરવાળાઓએ લગ્ન નક્કી કરાવનાર યુવક અને દુલ્હનના જીજાજીને પકડી લીધા અને પોલીસ-ફરિયાદ નોંધાવી છે. દુલ્હન અને તેની બહેન ફરાર છે.

