અહીં ૨૦૨૮માં સિંહસ્થ કુંભમેળો ભરાશે. એ માટે ૫૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર મંદિર
આખા બ્રહ્માંડનું રક્ષણ કરનારા ભગવાનનું રક્ષણ આપણે કરવાની જરૂર પડે ખરી? જો કે મધ્ય પ્રદેશની સરકારે મહાકાલની સુરક્ષા માટે વ્યવસ્થા કરી છે. ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર મંદિર પાસે એક ખાસ અને અલાયદું પોલીસ-સ્ટેશન બનશે. મુખ્ય પ્રધાન મોહન યાદવે આ જાહેરાત કરી છે. ઉજ્જૈનમાં ધાર્મિક ન્યાસ અને ધર્મસ્વ વિભાગ શરૂ થયો છે. એના ભાગરૂપે આ વ્યવસ્થા ગોઠવાઈ છે. પ્રાઇવેટ સુરક્ષા-એજન્સીઓ સાથે અનુશાસન સંબંધી બાબતો માટે ૪૦૦ હોમગાર્ડ તહેનાત રખાશે. અહીં ૨૦૨૮માં સિંહસ્થ કુંભમેળો ભરાશે. એ માટે ૫૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી છે.


