જિમમાં જવાનું શરૂ કર્યું તો આર્થાઇટિસ, થાઇરૉઇડ, ડાયાબિટીઝ અને બીપીની પણ દૂર થઈ ગઈ.
પ્રભા તિવારી
તેમનું નામ પ્રભા તિવારી છે અને લખનઉ રહે છે. ઉંમર ૬૪ વર્ષ છે, પણ ૧૬ વર્ષની છોકરીને શરમાવે એવી સ્ફૂર્તિ તેમનામાં છે. તેમને લોકો ‘હાફ પૅન્ટવાળાં ગોલ્ડ મેડલિસ્ટ નાની` કહીને બોલાવે છે. આખી ઘટના એવી છે કે ઉંમર વધવાની સાથે તેમને ઘૂંટણમાં દુખાવો શરૂ થયો. ડૉક્ટરોએ કહ્યું કે દવા ખાઓ ને મજા કરો, પણ તેમને એવી રીતે મજા નહોતી કરવી. એમાં દીકરી મનીષાએ જિમનો રસ્તો બતાવ્યો. જીવનશૈલી બદલાવી એમાં પ્રભાનાની આખેઆખાં બદલાઈ ગયાં.

ADVERTISEMENT
જિમમાં સાદી કસરત કર્યા પછી વેઇટલિફ્ટિંગ શરૂ કર્યું અને ફિટનેસ એવી થઈ કે વેઈટલિફ્ટ કરવામાં તેમને કારકિર્દી ઊંચકાતી લાગી. ચોંસઠ વર્ષે લાકડીના ટેકે ચાલવાને બદલે વેઇટલિફ્ટિંગ કર્યું અને ગોલ્ડ મેડલ ઊંચકી લાવ્યાં. જિમમાં જવાનું શરૂ કર્યું તો આર્થાઇટિસ, થાઇરૉઇડ, ડાયાબિટીઝ અને બીપીની પણ દૂર થઈ ગઈ.


