કર્ણાટકના કટપડી-શિરવા સ્ટેટ હાઇવે પર મહિનાઓથી ખાડા પડેલા હોવાથી લોકોને અવરજવરમાં મુશ્કેલી વેઠવી પડે છે. લોકોએ અનેક વાર રજૂઆત કરી છે પરંતુ તંત્ર ધ્યાન આપતું જ નથી. રસ્તો વધારે ખરાબ થઈ રહ્યો છે
કર્ણાટકના કટપડી-શિરવા સ્ટેટ હાઇવે પરના ખાડામાં કેળ વાવી દીધી હતી.
કર્ણાટકના કટપડી-શિરવા સ્ટેટ હાઇવે પર મહિનાઓથી ખાડા પડેલા હોવાથી લોકોને અવરજવરમાં મુશ્કેલી વેઠવી પડે છે. લોકોએ અનેક વાર રજૂઆત કરી છે પરંતુ તંત્ર ધ્યાન આપતું જ નથી. રસ્તો વધારે ખરાબ થઈ રહ્યો છે. તંત્ર સુધી વાત પહોંચાડવા માટે લોકોએ ખરાબ રસ્તા વિશે એક ગીત બનાવીને સોશ્યલ મીડિયામાં શૅર કર્યું હતું. આ તરકીબ પણ કામ ન લાગતાં એટલે છેવટે કંટાળીને લોકોએ મંગળવારે સવારે પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટની ઉદાસીનતા સામે વિરોધ દર્શાવવા હાઇવે પરના ખાડામાં કેળ વાવી દીધી હતી.

