કલકત્તામાં એક યુવક વીજળીના થાંભલા પર ચડી ગયો અને ગર્લફ્રેન્ડ સાથે વાત કરાવવાની જીદ પકડી. આખરે હાઇડ્રોલિક ક્રેનની મદદથી તેનું રેસ્ક્યુ કરાયું.
ગર્લફ્રેન્ડ સાથે ઝઘડો થયો એટલે મનાવવા માટે લાઇટના થાંભલે ચડી ગયો યુવાન
પશ્ચિમ બંગાળના કલકત્તામાં તાલા બ્રિજ પાસેના એક વીજળીના થાંભલા પર એક યુવાન ચડી જતાં રોડ પર ટ્રાફિક અટકી ગયો હતો. કોઈકે વીજળી વિભાગને જાણ કરતાં ત્યાંની પાવર સપ્લાય પણ કટ કરી દેવામાં આવી હતી. એ પછી લોકો યુવકને નીચે ઊતરવા માટે મનાવી રહ્યા હતા, પણ તે એક જ વાત રટતો રહ્યો કે તેની ગર્લફ્રેન્ડ સાથે વાત કરાવો. તેની એક જ જીદ હતી કે જો ગર્લફ્રેન્ડ મારી સાથે વાત નહીં કરે તો હું નીચે નહીં આવું. લાંબા સમય સુધી પાવરકટ રાખવાનું પૉસિબલ ન હોવાથી પોલીસે હાઇડ્રોલિક ક્રેન મગાવવી પડી. ક્રેનના બાસ્કેટમાં એ માણસને મહાપરાણે ખેંચીને રેસ્ક્યુ કરવામાં આવ્યો.
